GUJARATHALOLPANCHMAHAL
કાલોલના આશિયાના સોસાયટીમાં રહેતા મોહમંદ તલ્હા એ રમઝાન માસના તમામ રોઝા રાખી ખુદાની બંદગી કરી.
રિપોર્ટર.કાદીર દાઢી.હાલોલ
તા.૩૦.૩.૨૦૨૫
સમગ્ર વિશ્વમાં રમઝાનની શરૂઆત થતા મુસ્લિમ બિરાદરો ઈબાદતમાં લિંન થયા હતા ત્યારે કાલોલ નગરમાં પણ મોટા લોકોની સાથે સાથે નાના ભૂલકાઓ પણ રમજાન માસનો રોઝા રાખી ખુદાની બંદગી કરી રહ્યા હતા.જેમાં કાલોલ નગરનાં આશિયાના સોસાયટીમાં રહેતા 11 વર્ષીય મોહમંદ તલ્હા ઈરફાનભાઈ પટેલ એ રમઝાન માસના તમામ 29 રોઝા રાખી 14 થી 15 કલાક ઉપરાંત ભૂખ્યા તરસ્યા રહી માસુમ અને નિખાલસપને અલ્લાહની ઇબાદત કરી પોતાની કાલી ઘેલી ભાષામાં હાથ ઉઠાવી દુઆઓ કરી હતી.ત્યારે મુસ્લિમોના પવિત્ર રમજાન માસમાં મુસ્લિમ બિરાદરો દ્વારા એક માસ સુધી રોજા ઉપવાસ કરી અલ્લાહની બંદગી કરવામાં આવી રહી હતી.જ્યારે આ નાના બાળકે રમઝાન માસના તમામ 29 રોઝા રાખી ખુદાની બંદગી કરતા પરિવારજનો સહિત સૌ કોઈએ મોહમંદ તલ્હા ને શુભેચ્છાઓ પાઠવી હતી.