MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લામાં સવારે ૦૮:૦૦ કલાકે ઘોડાધ્રોઈ ડેમનો ૧ દરવાજો ખોલાશે:  ૧૦ ગામોને એલર્ટ કરાયા

 

MORBI:મોરબી જિલ્લામાં સવારે ૦૮:૦૦ કલાકે ઘોડાધ્રોઈ ડેમનો ૧ દરવાજો ખોલાશે:  ૧૦ ગામોને એલર્ટ કરાયા

ઉપરવાસમાં થઈ રહેલા સતત વરસાદને કારણે મોરબી તાલુકાના જીકિયારી ગામ પાસે આવેલા ઘોડાધ્રોઈ જળાશયમાં પાણીની આવક વધતાં જળાશયની સુરક્ષા અને રૂલ લેવલ જાળવવાના ભાગરૂપે તંત્ર દ્વારા ત્વરિત તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. ડેમમાં ૬૪૬ ક્યુસેક પાણીની આવક સામે સવારે ૦૮:૦૦ કલાકે ડેમનો ૧ દરવાજો ૩ ઈંચ ખોલીને ૨૯૯ ક્યુસેક પાણી નદીના પટમાં છોડવામાં આવશે.

 

જળાશયમાંથી પાણીનો પ્રવાહ શરૂ કરાતા જનસુરક્ષાને ધ્યાને રાખીને હેઠવાસમાં આવતા મોરબી તાલુકાના જીકિયારી, ચકમપર, જીવાપર, જસમતગઢ, શાપર, જેતપર(મચ્છુ) અને રવાપર તેમજ માળિયા (મીં) તાલુકાના સુલતાનપુર, માણાબા અને ચિખલી મળી કુલ ૧૦ ગામોના લોકોને તકેદારી રાખવા અને નદીના પટમાં અવરજવર ન કરવા વહીવટી તંત્ર દ્વારા કડક સૂચના આપવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!