GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં રાધાપાર્ક સોસાયટીમાં જુગાર રમતા ૧૦ ઈસમો ઝડપાયા 

MORBI:મોરબીમાં રાધાપાર્ક સોસાયટીમાં જુગાર રમતા ૧૦ ઈસમો ઝડપાયા

 

 

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ગતરાત્રીના નાઈટ પેટ્રોલિંગ દરમિયાન શહેરના કાલિકા પ્લોટ વિસ્તારમાં તથા વાવડી રોડ ઉપર આવેલ રાધા પાર્ક સોસાયટીમાં દરોડો પાડતા જાહેરમાં જુગાર રમતા કુલ ૧૦ આરોપીઓને રોકડા રૂપિયા ૨૦,૨૫૦/- સાથે પકડી લેવામાં આવ્યા છે.

પ્રથમ દરોડાની પ્રાપ્ત માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે કાલિકા પ્લોટ ઇન્ડિયન પાનવાળી શેરીમાં દરગાહની બાજુમાં પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા શાયર દીલીપભાઈ સોલંકી ઉવ.૩૨, અનીલ વીઠલભાઇ કાંજીયા ઉવ.૩૦ તથા સચીન ગણપતભાઇ બામરોલીયા ઉવ.૩૬ ત્રણેય રહે.કાલિકા પ્લોટ શેરી નં.૩ વાળાને જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૭,૬૦૦/- સાથે ઝડપી લઈ એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે બીજા દરોડામાં એ ડિવિઝન પોલીસ નાઈટ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન વાવડી રોડ રાધપાર્ક સોસાયટી અંદર પહોંચતા જ્યાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો જુગાર રમી રહેલા મેહુલભાઈ ચુનીલાલ પૈજા ઉવ.૩૮ રહે.વાવડી રોડ રાધપાર્ક સોસાયટી, ભરતભાઈ કિશોરભાઈ પાટડીયા ઉવ.૩૦ રહે.ઉમીયાપાર્ક સોસાયટી વાવડીરોડ, ભાવેશભાઈ ગુણવંતભાઇ દેત્રોજા ઉવ.૨૯ રહે.રાધાપાર્ક સોસાયટી, જગદીશભાઈ મહેશભાઈ સુરાણી ઉવ.૨૬ રહે.શનાળા શકિતમાતાજીના મંદીર પાસે, કાવ્ય દિપકભાઈ વિડજા ઉવ.૨૦ કામધેનુ સોસાયટી નાની કેનાલ રોડ, જાહીદભાઈ ભીખુભાઈ તલાટ ઉવ.૪૪ રહે.પંચાસર રોડ મસ્જીદ પાસે, જયભાઈ ધર્મેન્દ્રભાઇ વિડજા ઉવ.૨૬ રહે.કામધેનુ સોસાયટી નાની કેનાલ પાસે પંચાસર રોડવાળાને ઝડપી લેવામાં આવ્યા હતા. આ સાથે પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ.૧૨,૬૫૦/-જપ્ત કરી તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!