GUJARATMULISURENDRANAGAR

ગઢડાના ભુગર્ભ ગટરકામ ના ભ્રષ્ટાચારે ગંદકીથી ગામને લીધું બાનમાં

ભુગર્ભ ગટર કામમાં મોટો ભ્રષ્ટાચાર થયેલ તેની આજસુધી તટસ્થ તપાસ કરવામાં આવી નથી

તા.24/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ભુગર્ભ ગટર કામમાં મોટો ભ્રષ્ટાચાર થયેલ તેની આજસુધી તટસ્થ તપાસ કરવામાં આવી નથી

મુળી તાલુકાનાં ગઢડા ગામે ગતવર્ષે ભુગર્ભ ગટરકામનું કામ ગ્રામ પંચાયત સરપંચ અને તલાટીની દેખરેખ હેઠળ શરૂ કરવામા આવેલ ત્યારે જ અધુરા કામો કરેલ જે તે સમયે ભ્રષ્ટાચાર બાબતે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી હતી જેની તપાસ ચોટીલા તાલુકા વિકાસ અધિકારીને સોપવામાં આવેલ પરંતુ કોઈ આગળની તપાસ કાર્યવાહી કરવામાં આવેલ નથી ત્યારે હાલ વરસાદના પાણી આ અધુરા ગટરકામથી સમગ્ર ગામમાં ફરી વળતા રોગચાળો ફેલાય તેવી દહેશત ગામલોકો કરી રહ્યા છે આ બાબતે સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારીને પણ લેખિતમાં રજુઆત કરવામાં આવી છે ગામલોકોએ આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે આ ભુગર્ભ ગટરકામમાં ભ્રષ્ટાચાર કરનાર ગઢડા ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી છે તેમની સામે કોઈ તપાસ કેમ થતી નથી ગામજનોએ એક વિડીયો વાયરલ કરી તંત્ર સામે સણસણતા સવાલોનો મારો ચલાવ્યો હતો જો આ ગંદકી દુર કરવામાં નહીં આવે તો સમગ્ર ગઢડા ગામને રોગચાળાના ભરડામા આવી જશે સાથે ઉગ્ર રજુઆત કરવામાં આવી છે તેમ કીશોરભાઈ સોળમીયાએ જણાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!