ગાંધીધામની ગળપાદર જેલમાં દારૂની મહેફિલ માણતા ભચાઉના કુખ્યાત બૂટલેગર યુવરાજસિંહ જાડેજા સહિત ૧૦ શખ્સો ઝડપાયાં
ગાંધીધામની ગળપાદર જેલમાં દારૂની મહેફિલ માણતા ભચાઉના કુખ્યાત બૂટલેગર યુવરાજસિંહ જાડેજા સહિત ૧૦ શખ્સો ઝડપાયાં
બાતમીના આધારે પૂર્વ કચ્છ એસપીની સૂચનાના પગલે ગાંધીધામ એ અને બી ડિવિઝન પોલીસ, આદિપુર પોલીસ તથા LCB અને SOGના કાફલાએ મધરાતે દરોડો પાડ્યા
ગુજરાત દારૂની બંદી છે, છતાં પણ અહીં ધૂમ ઝડપે દારૂ વેચાઈ રહ્યો છે. બુટલેગરો કોઈ પણ ખૌફ વગર દારૂ વેચી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ હવે તો પોલીસની કેદ એટલે કે જેલમાં પણ દારૂની મહેફિલ થતી હોવાની જાણકારી સામે આવી છે. વિગતે વાત કરવામાં આવે તો, બુટલેગર યુવરાજસિંહ જાડેજા પોલીસની હત્યાના પ્રયાસમાં પકડાયા પછી પણ જેલમાં દારૂની ખેપ મારતા ઝડપાયો છે. એટલું જ નહીં પરંતુ હવે તો પોલીસની કેદ એટલે કે જેલમાં પણ દારૂની મહેફિલ થતી હોવાની જાણકારી સામે આવી છે. વિગતે વાત કરવામાં આવે તો, બુટલેગર યુવરાજસિંહ જાડેજા પોલીસની હત્યાના પ્રયાસમાં પકડાયા પછી પણ સખણા ન રહેતા જેલમાં દારૂની ખેપ મારતા ઝડપાયો છે.
ગળપાદર જેલમાં ગાંધીધામ પોલીસ, LCB, SOGના મધરાત્રે દરોડા નોંધનીય છે કે, ગાંધીધામ પાસે ગળપાદરમાં આવેલી જેલમાં મુખ્ય બુટલેગર યુવરાજસિંહ ઉપરાંત અડધો ડઝન કેદીઓએ દારૂની મહેફિલ જમાવી હતી. અહીં પોલીસેન દારૂની બોટલો, મોબાઈલ ઉપરાંત ૫૦ હજાર રોકડા મળી આવ્યા હતા
કચ્છ રેન્જ IG ચિરાગ કોરડીયા અને SP સાગર બાગમારનો સપાટો મળતી વિગતો પ્રમાણે ગાંધીધામની ગળપાદર જેલમાં ગુજરાતમાં દારૂની બંદી છે, છતાં પણ અહીં ધૂમ ઝડપે દારૂ વેચાઈ રહ્યો છે. બુટલેગરો કોઈ પણ ખૌફ વગર દારૂ વેચી રહ્યા છે. એ ડિવિઝન પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવતા 6 કેદીઓ કેફી પદાર્થ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા સાથે ૪ મોબાઈલ કબ્જે કર્યા વિગતે વાત કરવામાં આવે તો, પોલીસે પંચનામુ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે. આ સાથે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે અલગ અલગ છ ફરિયાદો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે, રેન્જ આઇ. જી ચિરાગ કોરડીયા અને એસ.પી.સાગર બાગમારનો સપાટો જોવા મળ્યો છે. ગુજરાત માં દારૂબંદી હોવા છતાં પણ કેમ આવી કેસો સામે આવી રહ્યો છે? શું ગુજરાત પોલીસ આવા બુટલેગરોને સાવરી રહી છે? આખરે જેલમાં દારૂ કેવી રીતે પહોંચ્યો?
કચ્છની જેલમા મહેફિલ મોબાઈલ ઉપલબ્ધ કરાવનારા પાંચ ઓફિસરો સસ્પેન્ડ ગળપાદર જેલના જેલર, સુબેદાર, હવલદાર અને 2 સિપાઈને કરાયા સસપેન્ડ
પોલીસની ગળપાદર જેલની સરપ્રાઈઝ ચેકીંગ દરમિયાન જેલ માંથી દારૂ, મોબાઇલ, રોકડ રકમ સહિતની વસ્તુઓ મળી આવી હતી
ગળપાદર જીલ્લા જેલ ખાતે તા.૨૦/૭/૨૦૨૪ના રોજ બનેલ બનાવ સબબ ફરજ મોકુફ કરવામાં આવેલ અધિકારી / કર્મચારીઓનું પત્રક
(૧) શ્રી એલ.વી.પરમાર – જેલર ગ્રુપ-૨ ઇચા.અધિક્ષક – ગળપાદર જીલ્લા જેલર – ફરજ મોકુફી નું હેડ કવાર્ટરનું સ્થળ – વડોદરા મધ્યસ્થ જેલ
(૨) શ્રી આર.એસ.દેવડા – સુબેદાર – ગળપાદર જીલ્લા જેલ – ફરજ મોકુફીનું હેડ કવાર્ટરનું સ્થળ – રાજકોટ મધ્યસ્થ જેલ
(૩) શ્રી પીન્કેશ સી.પટેલ – હવાલદાર – ગળપાદર જીલ્લા જેલ – ફરજ મોકુફીનું હેડ કવાર્ટરનું સ્થળ – રાજકોટ મધ્યસ્થ જેલ
(૪) શ્રી રવિન્દ્રભાઇ ડી.મુળીયા – સિપાઈ – ગળપાદર જીલ્લા જેલ – ફરજ મોકુફીનું હેડ કવાર્ટરનું સ્થળ – રાજકોટ મધ્યસ્થ જેલ
(૫) શ્રી શૈલેષભાઇ બી.ખેતરીયા – સિપાઈ – ગળપાદર જીલ્લા જેલ – ફરજ મોકુફીનું હેડ કવાર્ટરનું સ્થળ – રાજકોટ મધ્યસ્થ જેલ
મહે. મહા નિરીક્ષક ચિરાગ કોરડીયા ના માર્ગદર્શન હેઠળ ગળપાદર જિલ્લા જેલ માં પોલીસની ઓચિંતું ચેકીંગ હાથ ધરાતા આઠ શખ્સો ગેરકાયદેસર રીતે જેલ માં ફોન તેમજ કેફી પદાર્થો ની મોજ માણતા ઝડપાયા, પાંચ ઓફિસરો સસ્પેન્ડ કર્યા