MORBI:મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાનું NMMS પરીક્ષામાં 100% પરિણામ
MORBI:મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાનું NMMS પરીક્ષામાં 100% પરિણામ
મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની બાળા જિલ્લામાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ
મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિદ્યાર્થીનીઓનું ઉત્તમ ઘડતર, ભણતર,ગણતર અને ચારિત્ર્યનું ચણતર થાય એ માટે વર્ષ દરમ્યાન શિક્ષણની સાથે સાથે શાળામાં અનેકવિધ સહ અભ્યાસીક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે જેમ કે બાળાઓ માટે રાણી લક્ષ્મીબાઈ સ્વ-રક્ષણની તાલીમ, એડોલેશન પ્રોગ્રામ, ગણિત વિજ્ઞાન પ્રદર્શન,વોકેશનલ ટ્રેનિંગ, મેડિકલ એસેસેમેન્ટ,રંગોત્સવ, રમતોત્સવ,એક્સપોઝર વિઝીટ, ટ્વીનિંગ પ્રોગ્રામ, એક ભારત શ્રેષ્ઠ ભારત,સાયન્સ સર્કલ,મેથ સર્કલ વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે,સાથે સાથે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા કોમન એંટર્સ ટેસ્ટ,જ્ઞાનસેતુ,જ્ઞાન સાધના, શિષ્યવૃત્તિ પરીક્ષા,ચિત્ર પરીક્ષા, જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા તેમજ NMMS નૅશનલ મિન્સ મેરેટી સ્કોલરશીપ એકઝામ વગેરે પરીક્ષામાં વિદ્યાર્થીનીઓ હોંશભેર ભાગ લે છે,જેમાં આ વર્ષે NMMS પરીક્ષાનું આ શાળાનું 100% પરિણામ મેળવી વિદ્યાર્થીનીઓએ શાળાને અનોખી સિદ્ધિ અપાવેલ છે તેમજ આ શાળાની તેજસ્વી બાળા *વંદના હંસરાજભાઈ પરમારે* રાષ્ટ્રીય લેવલની પરીક્ષામાં 180 માંથી 158 માર્ક પ્રાપ્ત કરી જિલ્લામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી શાળાને ગૌરવશાળી સિદ્ધિ અપાવેલ છે,શાળાને સુંદર સિદ્ધિ અપાવવા બદલ તમામ બાળાઓ તેમજ વર્ષ દરમ્યાન ખુબજ મહેનત કરાવનાર શિક્ષકો જયેશભાઈ અગ્રાવત, દયાળજી બાવરવા, ચાંદનીબેન સાંણજા, અશ્વિનભાઈ ભુવા વગેરેને પ્રિન્સિપાલ દિનેશભાઈ વડસોલાએ ધન્યવાદ આપી બાળાઓનું શૈક્ષણિક સાહિત્ય અર્પણ કરી સન્માન કરાયું હતું.