MORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેર પોલીસની મોટી કાર્યવાહી: ગેરકાયદેસર ખનન પર તવાઈ, ત્રણ ડમ્પર અને એક્સ્કાવેટર સહિત 1.10 કરોડનો મુદ્દામાલ જપ્ત

 

WAKANER:વાંકાનેર પોલીસની મોટી કાર્યવાહી: ગેરકાયદેસર ખનન પર તવાઈ, ત્રણ ડમ્પર અને એક્સ્કાવેટર સહિત ₹1.10 કરોડનો મુદ્દામાલ જપ્ત

 

ખનીજ ચોરી અને ગેરકાયદેસર ખનન કરતા તત્વો સામે વાંકાનેર તાલુકા પોલીસે લાલ આંખ કરી છે. પોલીસે મળેલી ચોક્કસ બાતમીના આધારે સપાટો બોલાવીને અલગ-અલગ સ્થળોએથી સરકારી લીઝ વગર ખનન અને વહન કરતા ત્રણ ડમ્પર અને એક હાઇડ્રોલિક એક્સ્કાવેટર મશીન ઝડપી પાડ્યું છે. પોલીસની આ આકરી કાર્યવાહીથી પંથકના ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે કુલ રૂપિયા 1.10 કરોડનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકા પોલીસને બાતમી મળી હતી કે ઓળ ગામની સીમ વિસ્તારમાં પાસ-પરમિટ કે લીઝ વિના માટીનું ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે ઘટનાસ્થળે રેડ કરી હતી. તપાસ દરમિયાન ત્યાં ગેરકાયદેસર ખોદકામમાં ઉપયોગમાં લેવાતું SANY કંપનીનું હાઇડ્રોલિક ક્રોલર એક્સ્કાવેટર મશીન મળી આવ્યું હતું. પોલીસે તાત્કાલિક ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓને વાકેફ કરતા, અધિકારીઓએ સ્થળ પર પહોંચી તપાસ આદરી મશીન સીઝ કરવાની કાયદેસરની કાર્યવાહી કરી હતી.

બીજી તરફ, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ જ્યારે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી અર્થે પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન ગેરકાયદેસર રીતે ખનીજ ભરીને વહન કરતા ત્રણ શંકાસ્પદ ડમ્પરો મળી આવ્યા હતા. પોલીસે રોકીને પૂછપરછ અને કાગળોની ચકાસણી કરતા આ વાહનો બિનઅધિકૃત રીતે ખનીજ ચોરીમાં સંડોવાયેલા હોવાનું ખૂલ્યું હતું.

પોલીસે કબ્જે કરેલા વાહનો ટાટા કંપનીનું ડમ્પર (રજી. નંબર: GJ-10-TY-8381) અશોક લેલેન્ડ કંપનીનું ડમ્પર (રજી. નંબર: GJ-03-CU-1991) અશોક લેલેન્ડ કંપનીનું ડમ્પર (રજી. નંબર: GJ-03-BZ-0054) SANY કંપનીનું હાઇડ્રોલિક ક્રોલર એક્સ્કાવેટર મશીન મુદ્દામાલ અને આગળની કાર્યવાહી વાંકાનેર તાલુકા પોલીસે ઝડપાયેલા તમામ ૩ ડમ્પર અને એક્સ્કાવેટર મશીન સહિત કુલ રૂપિયા 1,10,00,000 (એક કરોડ દસ લાખ) નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ અંગે ખાણ-ખનીજ વિભાગને લેખિત રિપોર્ટ કરી ધોરણસરની દંડનીય અને કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!