GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં મચ્છુ-૨ ડેમના ૧૬ દરવાજા ૧૦ ફૂટ ખોલાયા: નિચાણ વાળા ગામોને હાઇ એલર્ટ

 

MORBI:મોરબીમાં મચ્છુ-૨ ડેમના ૧૬ દરવાજા ૧૦ ફૂટ ખોલાયા: નિચાણ વાળા ગામોને હાઇ એલર્ટ

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીની વિપુલ આવક થતાં મચ્છુ-૨ સિંચાઇ યોજનાનો ડેમ ૧૦૦% ભરાઈ ગયો છે. પરિસ્થિતિને ધ્યાને રાખીને તંત્ર દ્વારા આજરોજ ૧ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ બપોરે ૧૫:૩૭ વાગ્યે ડેમના ૧૬ દરવાજા ૧૦ ફૂટ સુધી ખોલીને ૧,૦૧,૧૬૭ ક્યુસેક પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવ્યું છે.

ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડાતાં જીલ્લા વહિવટી તંત્ર અને સેક્શન અધિકારીશ્રી બી.સી. પનારા દ્વારા મોરબી અને માળીયા (મી) તાલુકાના નદીકાંઠાના ગામો માટે હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

એલર્ટ હેઠળના ગામોની યાદી૧. મોરબી તાલુકાના ગામો:જોધપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળિયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર (નદી), ગુંગણ, નારણકા, બહાદુરગઢ, નવા નાગડાવાસ, જુના નાગડાવાસ, સોખડા, અમરનગર, વજેપર અને મોરબી શહેર.

૨. માળીયા (મી) તાલુકાના ગામો:

વીરવદરકા, દેરાળા, નવાગામ, મેઘપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ, માળિયા (મી) અને રાસંગપર.

તંત્ર દ્વારા નાગરિકો માટે મહત્વપૂર્ણ ચેતવણી નદીના પટમાં ન જવું: નદીકાંઠા અને પટ વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિએ અવરજવર કરવી નહીં.માલ-મિલકતની સુરક્ષા: નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોએ પોતાની માલ-મિલકત અને કિંમતી સામાન તાત્કાલિક સલામત સ્થળે ખસેડી લેવો.પશુઓની સુરક્ષા: ઢોર-ઢાંકરને નદીના પટ કે કાંઠા વિસ્તારમાં ચરવા કે જવા ન દેવા.સાવચેતી: સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું કડકપણે પાલન કરવું.

Back to top button
error: Content is protected !!