MORBI:મોરબી શહેરમાં અલગ અલગ 5 દરોડામાં સહિત 18 ખેલાડીઓ જુગાર રમતા ઝડપાયા

MORBI:મોરબી શહેરમાં અલગ અલગ 5 દરોડામાં સહિત 18 ખેલાડીઓ જુગાર રમતા ઝડપાયા
મોરબી સીટી એ ડિવિઝન પોલીસે રહેણાંકમા ધમધમતા બે જુગારધામ પકડવાની સાથે બી ડિવિઝન પોલીસે વરલી ભક્ત અને પતાપ્રેમીને પકડયા
મોરબી : મોરબી શહેરમાં શ્રાવણીયા જુગારની મોસમ શરૂ થઈ હોય તેમ શ્રાવણ પૂર્વજ જુગારીઓએ જુગારના પાટલા માંડી દેતા સીટી એ ડિવિઝન અને સીટી બી ડિવિઝન પોલીસે શહેરના અલગ અલગ વિસ્તારમાં દરોડા પાડી રહેણાંકમાં શરૂ થયેલા બે જુગારધામ સહિત કુલ 5 સ્થળોએ દરોડા પાડી એક વરલીભક્ત સહિત 18 જુગારીઓને પકડી પાડ્યા હતા જેમાં ત્રણ મહિલાઓ પણ પોલીસની ઝપટે ચડી હતી.
જુગારના પ્રથમ દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે વાલ્મિકીવાસમા આરોપી ખુશાલ ઉર્ફે કાળાભાઇ હીરાભાઈ સોલંકી પોતાના ઘરમાં જુગારધામ ચલાવતો હોવાની બાતમીને આધારે દરોડો પાડી આરોપી (૧) ખુશાલ ઉર્ફે કાળાભાઇ હિરાભાઇ સોલંકી (૨) ઘોઘો ઉર્ફે કાનાભાઇ ધારાભાઇ કરકટા (૩) પારસભાઇ હિરાભાઇ સોલંકી (૪) મનસુખભાઇ મોહનભાઇ થારેસા અને (૫) બશીરભાઇ સલીમભાઇ ચાનીયાને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 49,500 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
જ્યારે બીજા દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે વાવડી રોડ ઉપર કારીયા સોસાયટીમાં આરોપી નીતિન ડાંગર સંચાલિત જુગારધામમાં દરોડો પાડી આરોપી મકાન માલિક અને જુગારધામ સંચાલક (૧) નીતીનભાઇ કાનાભાઇ ડાંગર (૨)ચેતનાબેન નવીનભાઇ ગુજ્જર (૩)મીનાબેન કાનાભાઇ ખટાણા (૪) રેખાબેન હરેશભાઇ ગોસ્વામી અને (૫) મનસુખભાઇ મોહનભાઇ પરમાર નામના પાંચેય આરોપીઓને તીનપતિ રમતા પકડી પાડી રોકડા રૂપિયા 14,100 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.ત્રીજા દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે રવાપર રોડ ઉપર ધાયડી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી (૧) સુરેશભાઇ હસનભાઇ ભરવાડીયા (૨) વિપુલભાઇ રામાભાઇ ભરવાડીયા (૩) મમલાભાઇ જુમાભાઇ ભરવાડીયા (૪) સુરેશભાઇ દેવાભાઇ ઘેરાસલાટ અને (૫) ધારાભાઇ રૂપાભાઇ ભરવાડીયાને રોકડા રૂપિયા 2920 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.જ્યારે સીટી બી ડિવિઝન પોલીસે બૌદ્ધનગર ફિલ્ટર હાઉસની બાજુમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી ભરત બાબુભાઇ લાંબરિયા અને મેહુલ ત્રિભોવનભાઈ સનુરાને રોકડા રૂપિયા 13,150 સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ અન્ય એક દરોડામાં નટરાજ ફાટક પાસેથી આરોપી મનોજ બટુકભાઈ ગોસાઈને જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ 1230 રોકડા તેમજ વરલી મટકાનું સાહિત્ય કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.







