BANASKANTHAGUJARAT

તેરવાડા ખાતે શ્રી બ્રહ્માણી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પ્રજાપતિ સમાજની મીટીંગ મળી..

કાંકરેજ તાલુકાના નગર તેરવાડા ખાતે અંદાજિત ૪૦૦ વર્ષ પૂર્વે પ્રજાપતિ સમાજ તેરવાડીયા પરિવારના પૂર્વજોએ જે જગ્યા એ કુળદેવીશ્રી બ્રહ્માણી માતાજી ની સ્થાપન કરી

તેરવાડા ખાતે શ્રી બ્રહ્માણી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પ્રજાપતિ સમાજની મીટીંગ મળી..

કાંકરેજ તાલુકાના નગર તેરવાડા ખાતે અંદાજિત ૪૦૦ વર્ષ પૂર્વે પ્રજાપતિ સમાજ તેરવાડીયા પરિવારના પૂર્વજોએ જે જગ્યા એ કુળદેવીશ્રી બ્રહ્માણી માતાજી ની સ્થાપન કરી ધૂપ દીપ વારે તહેવારે કરતા હતા માતાજી અનેક પરચા પૂરતા હતા.કાળક્રમે સમય જતા તેરવાડીયા પરિવાર નગર તેરવાડાથી નીકળી અલગ અલગ સ્થળે વસવાટ કરવા લાગેલ.માતાજીની સેવપુજા માટે એક પણ ઘર રહેલ ન હતું.પણ માતાજીએ અનેક પરિવારને પરચા આપતાં તાજેતરમાં તેરવાડીયા પરિવાર દ્વારા ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.કુળદેવીશ્રી બ્રહ્માણી માતાજી ની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો રૂડો અવસર આવ્યો છે.તેને હર્ષ ઉલ્લાસથી ઉજવવા અને તેના આયોજનના ભાગરૂપે તા. ૧૦/૦૮/૨૦૨૫ ને રવિવારના રોજ ઓઢવા,ક્સલપુરા,રાજપુર, અસાલડી, રતનપુરા,શંકરપુરા, જોટાડા,પાટણ સહીતના ગામોના સમસ્ત તેરવાડીયા પરિવારની મિટિંગ મળી જેમાં અનેક ચડાવા બોલાયેલ ત્યારે ગણપતિજીની મૂર્તિનો ચડાવો, ભરતભાઈ બબાભાઈ કસલપુરા, ભેરૂજીની મૂર્તિનો ચડાવો ચેહરાભાઈ રત્નાભાઈ કસલપુરા, શ્રી બ્રહ્માણી માતાજીની મૂર્તિનો ચડાવો પૂનમચંદ કમાભાઈ કસલપુરા,ધજા દંડનો ચડાવો કરસનભાઈ જગસીભાઈ શંકરપુરા,મુખ્ય શિખરનો ચડાવો મીત ભરતભાઈ કલોલ મધ્ય શિખરનો ચડાવો પીરાભાઈ બબાભાઈ કસલપુરા,કંકોત્રીનો ચડાવો દિનેશભાઈ દલપતભાઈ અસાલડી એમ અનેક ચડાવા બોલવામાં આવ્યા હતા અને આગામી સંવત ૨૦૮૧ ના આસોસુદ-૧૨ ને શનિવાર તા. ૦૪/૧૦/૨૦૨૫ થી આસોસુદ-૧૪ ને સોમવાર તા. ૦૬/૧૦/૨૦૨૫ સુધી ત્રિ-દીવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે તેમ પ્રજાપતિ ભરતભાઈ પુનાભાઈ પ્રજાપતિ (કલોલ) એ જણાવ્યું હતું.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!