GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: વિવિધ રોપાઓ, વડલાની વડવાઈ, વેલ સહિતની પ્રકૃતિની અનુભૂતિ કરાવતું સિધ્ધિ વિનાયક ગણપતિનું પંડાલ

તા.૨/૯/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

“એક પેડ મા કે નામ” અભિયાનનો સંદેશો હજારો દર્શનાર્થીઓ સુધી પહોંચાડવા પર્યાવરણ લક્ષી પંડાલનું નિર્માણ કરાયું – આયોજક શ્રી ઘેડીયા લખનભાઈ

Rajkot: રાજકોટ શહેરના શીતલ પાર્ક વિસ્તારના સિધ્ધિ વિનાયક ગણપતિ પંડાલ અનેક દર્શનાર્થીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કારણકે અહિયાં સંપૂર્ણ પંડાલ સરકારની માર્ગદર્શિકા મુજબ બનાવવામાં આવ્યું છે. તેઓ છેલ્લા ૧૨ વર્ષથી ગણપતિજીની સ્થાપના કરે છે. આ ગણપતિ પંડાલનું સંપૂર્ણ આયોજન ૧૭ થી ૨૧ વર્ષના ૧૪ યુવાનો દ્વારા કરવામાં આવે છે. જેનાથી યુવાનોમાં સંકલન, એકતા, અને ભક્તિના ગુણો કેળવાય છે.

સિધ્ધિ વિનાયક ગણપતિ પંડાલના પ્રાંગણના ભાગે વિવિધ વનસ્પતિઓના રોપાઓ મુકાયા છે, પંડાલની છતને વેલ અને દીવાલને વડની વડવાઈથી શણગારી પ્રકૃતિની અનુભૂતિ કરાવવાનો પ્રયાસ કરાયો છે. ઉપરાંત, ગણેશજીની મૂર્તિની આસપાસ પણ રોપાઓ મુકવામાં આવ્યા છે

ગણેશજીની મૂર્તિ સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી બનાવવામાં આવી છે. જેથી વિસર્જન વખતે પાણીનું પ્રદુષણ થશે નહિ. તેમ ૨૧ વર્ષીય યુવા આયોજકશ્રી ઘેડીયા લખનભાઈ જીતેન્દ્રભાઈએ જણાવ્યું હતું.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરુ કરાયેલ “એક પેડ મા કે નામ” અભિયાનનો સંદેશો હજારો દર્શનાર્થીઓ સુધી પહોંચાડવા પર્યાવરણલક્ષી પંડાલનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીંયાં દરરોજ ૫૦૦થી વધુ દર્શનાર્થીઓ દર્શન કરવા આવે છે જેથી ૧૦ દિવસમાં હજારો લોકો સુધી પર્યાવરણ બચાવવા વૃક્ષો વાવવા પ્રેરિત થશે. ઉપરાંત, વિવિધ જ્ઞાતિના લોકો ગણપતિ આરતીનો લાભ લે છે જેથી સામાજિક સમરસતા પણ કેળવાય છે.

Back to top button
error: Content is protected !!