અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકા સહીત ઇસરી તેમજ તરકવાડા ગામે ભૂલકાઓને પોલિયો પીવડાવવામાં આવી
બાળ લકવા નાબૂદી અભિયાન-૨૦૨૪’ અન્વયે રાજ્યના ૦ થી ૫ વર્ષના ૮૩.૭૨ લાખ ભૂલકાઓને ટીપાં પીવડાવાશે
૨૪ અને ૨૫ જૂન દરમિયાન હાઉસ ટુ હાઉસ ફરીને આરોગ્ય કર્મીઓ ટીપાં પીવડાવશે
૧.૩૪ લાખ આરોગ્ય કર્મીઓ ૩૩,૫૦૦ બુથ દ્વારા પલ્સ પોલિયો અભિયાન હાથ ધરશે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ‘બાળ લકવા નાબૂદી અભિયાન-૨૦૨૪’ અન્વયે નેશનલ ઇમ્યુનાઈઝેશન ડે ૨૩ જૂન ૨૦૨૪ અંતર્ગત રાજ્યવ્યાપી પોલિયો વિરોધી રસીકરણનો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો.
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આ અભિયાન અંતર્ગત ૦ થી ૫ વર્ષની વય જૂથના ૮૩ લાખ ૭૨ હજારથી વધુ ભૂલકાઓને આવરી લેવાનું આયોજન છે. આ હેતુસર ૧ લાખ ૩૩ હજાર ૯૫૬ આરોગ્ય કર્મીઓ સેવારત રહીને રાજ્યના ૩૩,૪૮૯ પોલિયો બુથ પરથી બાળકોને ટીપાં પીવડાવવાની કામગીરીમાં જોડાશે.
સમગ્ર રાજ્યમાં ૨૩ જૂન ૨૦૨૪ ના રવિવારને પોલિયો રવિવાર તરીકે મનાવીને આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તારીખ ૨૪ અને ૨૫ જૂનના દિવસોએ આરોગ્ય કર્મીઓ હાઉસ ટુ હાઉસ ફરીને ૦ થી ૫ વર્ષના ભૂલકાઓને પોલિયો ટીપાં પીવડાવશે.
જે અન્વયે પોલિયો દિવસે અરવલ્લી જિલ્લાના વિવિધ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં શૂન્ય થી પાચ વર્ષ સુધીના બાળકોને પોલિયો પીવડાવવામાં આવી હતી જેમાં ગ્રામ્ય વિસ્તારમાં તરકવાડા પ્રાથમિકશાળા ખાતે નાના બાળકો ને પોલિયો પીવડાવવામાં આવી હતી જેમાં સી એચ ઓ પટેલ દિશાબેન તેમજ આશાબેન તરીકે ચમાર રેખાબેન તેમજ અસારી હિનાબેન ઉપસ્થિત રહ્યા હતા તો બીજી તરફ ઈસરી ગામે પણ ગામની પ્રાથમિક શાળામાં પણ બાળકોને આરોગ્ય વિભાગ દ્વારા પોલિયો પીવડાવી હતી જે સમયે તાલુકા પંચાયતના સદસ્ય પટેલ યોગેશભાઈ હાજર રહ્યા હતા જેમાં ગામના નાના બાળકો તેમજ આજુબાજુ ગામના નાના બાળકોને પોલિયો પીવડાવવામાં આવી હતી આ બાળ લકવા નાબૂદી અભિયાન-૨૦૨૪’ અન્વયે રાજ્યના ૦ થી ૫ વર્ષના બાળકોમાં મેઘરજ તાલુકામાં કુલ 18272 જેટલા બાળકોને પોલિયો પીવડાવવામાં આવશે જેમાં પોલિયો રવિવારના રોજ તાલુકાના 15360 બાળકોએ પોલિયો પીધી હતી