GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી વિસીપરામાં જાહેરમાં જુગાર રમતા ૪ ઈસમો ઝડપાયા

 

MORBI:મોરબી વિસીપરામાં જાહેરમાં જુગાર રમતા ૪ ઈસમો ઝડપાયા

મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમે પેટ્રોલીંગ દરમિયાન વિસીપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ચાર ઈસમોને રોકડ રકમ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન વિસીપરા રોહિદાસપરા મેઈન રોડ પર લાયન્સનગરના ખુણા પાસે કેટલાક ઈસમો જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રહ્યા હોવાનું જણાતાં પોલીસે ત્યાં દરોડો પાડ્યો હતો.પોલીસે સ્થળ પરથી જુગાર રમતા ચારેય ઈસમોને રોકડા રૂપિયા ૪,૨૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.ઝડપાયેલા આરોપીઓનાં નામ:બેચરભાઈ અમરાભાઇ ચાવડા (રહે. વિસીપરા, મોરબી)તુલશીભાઈ ધનજીભાઈ સોલંકી (રહે. વિસીપરા, મોરબી)ભરતભાઈ ગીરીશભાઈ ચૌહાણ (રહે. વિસીપરા, મોરબી)દિલીપભાઈ રવજીભાઇ સોલંકી (રહે. વિસીપરા, મોરબી)પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!