WAKANER:વાંકાનેરના ભલગામની સીમમાં પોલીસનો મોટો દરોડો: 48.33 લાખનો શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો ઝડપાયો

WAKANER:વાંકાનેરના ભલગામની સીમમાં પોલીસનો મોટો દરોડો: 48.33 લાખનો શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો ઝડપાયો
વાંકાનેર: મોરબી એલ.સી.બી. અને વાંકાનેર તાલુકા પોલીસે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને વાંકાનેરના ભલગામની સીમમાં આવેલી માલકીયા હોટલ પાસે કાર્યરત ‘એચ.એમ. એન્ટરપ્રાઇઝ’ નામની પેઢી પર દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે ૨૯,૦૦૦ લીટર શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી અને અન્ય સાધન સામગ્રી મળી કુલ ₹48,33,500/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
શું હતી સમગ્ર ઘટના?
મોરબી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કોડને ચોક્કસ બાતમી મળી હતી કે, ‘મી માય ઇંકો એનર્જી ઇન ડીઝલ’ નામના પંપનો સંચાલક પોતાના આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર રીતે ટેન્કરો મારફતે જ્વલનશીલ પ્રવાહી મંગાવે છે. આ જથ્થો સ્ટોરેજ ટાંકીમાં ભરીને બહારથી આવતી ટ્રકોમાં ઇંધણ તરીકે ગેરકાયદેસર રીતે વેચવામાં આવતો હતો.
બાતમીના આધારે નાયબ પોલીસ અધિક્ષક અને વાંકાનેર તાલુકા પોલીસ ઈન્સ્પેકટરની ટીમે સંયુક્ત રીતે રેડ કરતા સ્થળ પરથી ટેન્કર અને પ્રવાહીનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
ઝડપાયેલ મુદ્દામાલની વિગત જ્વલનશીલ પ્રવાહી: ૨૯,૦૦૦ લીટર (કિંમત ₹23,20,000/-)અન્ય મુદ્દામાલ: ટેન્કર અને સાધન સામગ્રી સહિત કુલ ₹48,33,500/-ધરપકડ કરાયેલ આરોપીઓ પોલીસે સ્થળ પરથી પાંચ ઇસમોની અટકાયત કરી છે.અજીતસિંહ નવધણસિંહ જાડેજા (રહે. રાજકોટ – મુખ્ય સંચાલક) રવિભાઇ દાદભાઈ ધાધલ (રહે. રાજકોટ)
નરેન્દ્રભાઈ પ્રવિણચંદ્ર જોષી (રહે. રાજકોટ) ,નયનભાઇ મોહનભાઇ મકવાણા (રહે. રાજકોટ),નયનભાઇ વિજયભાઇ વાળા (રહે. રાજકોટ),પોલીસ કાર્યવાહી: પોલીસે બીલ કે આધાર પુરાવા વગરના આ જથ્થાને બી.એન.એસ.એસ. કલમ-૧૦૬(૧) મુજબ કબજે કર્યો છે. આ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધ કરી આગળની તપાસ તેજ કરવામાં આવી છે.










