આંકલાવ ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી લીધો

આંકલાવ ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી લીધો
તાહિર મેમણ – આણંદ – 11/12/2024 – આંકલાવ પોલીસ મથકમાં પાંચ વર્ષ અગાઉ નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પોલીસે કોસીન્દ્રા ગામના બસસ્ટેન્ડ નજીકથી ઝડપી પાડ્યો હતો. તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આંકલાવ તાલુકાના કોસીન્દ્રા ગામમાં રહેતા અબ્બાસઅલી ઉંમરભાઇ મલેકે પાંચ વર્ષ અગાઉ તારીખ 10-4-19 ના રોજ કોસીન્દ્રા ગામમાં આવેલા એક બંધ ફાર્મ હાઉસના તાળા તોડી, અંદર મુકેલા જીપગાડી, બાઈક તથા સીસીટીવી કેમેરાઓની તોડફોડ કરી, સોનાના દાગીના, ટીવી, સેટઅપ બોક્ષ તથા રોકડ રકમની ચોરી કરી હતી. આ અંગે જે તે વખતે આંકલાવ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી. પરંતુ, આરોપી અબ્બાસઅલી ઉંમરભાઇ મલેક છેલ્લાં પાંચ વર્ષથી નાસતો ફરી રહ્યો હતો. દરમિયાન આજરોજ આ નાસતો ફરતો આરોપી અબ્બાસઅલી ઉંમરભાઈ મલેક કોસીન્દ્રા ગામના બસસ્ટેન્ડ પાસે આવનાર હોવાની બાતમી આણંદ એલ.સી.બી પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે બાતમી મુજબની જગ્યાએ વોચ ગોઠવી આ નાસતા ફરતા આરોપી અબ્બાસઅલી ઉંમરભાઈ મલેકને ઝડપી લઈ, વધુ તપાસ અર્થે આંકલાવ પોલીસ સ્ટેશન ખાતે સોંપ્યો છે.





