GANDHIDHAMKUTCH

આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ એબ્યુસ દીવસ નિમિત્તે લોકો વ્યસન જાગરૂકતા કાર્યક્રમનું આયોજન કર્યું.

૨૭-જૂન

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ

ગાંધીધામ કચ્છ :- આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી પખવાડીક ઉજવણીના ભાગરૂપે નશામુકત ભારત અભિયાન હેઠળ જિલ્લા વિસ્તારમાં વિવિધ સ્થળોએ જન જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવેલ હતાં જેમાં તોલાણી કોમર્સ કોલેજ આદિપુર અને તુણા અદાણી પોર્ટ ખાતે કંડલા મરીન,સાયબર ક્રાઇમ તથા એસ.ઓ.જી. દ્વારા તથા વાણી વિનાયક કૉલેજ, ગુરુકુળ વિદ્યાલય ભચાઉ, ET. ફેક્ટરી સામખીયારી ખાતે ભચાઉ,આડેસર, રાપર,સામખીયારી તથા ગાંધીધામ એ ડિવિઝન પોલીસ દ્વારા નાર્કોટિક્સ ડ્રગ્સ અંગે જાગૃતિ સેમિનારોનું આયોજન કરવામાં આવેલ હતો.જે કાર્યક્રમોમાં અલગ-અલગ સંસ્થા સાથે રાખી પોસ્ટરો સાથે રેલી કાઢવામાં આવી તેમજ લોકોને નશા કારક પદાર્થોના સેવનથીથી દૂર રહેવા અને માદક પદાર્થની ગેરકાયદેસર હેરાફેરી અટકાવવા અને આવી પ્રવૃતિ નસ્તે નાબુદ કરવા પોલીસને સહકાર આપવા અને નશાનો લત લાગેલ હોય તો શું કરવું શું ન કરવું હેલ્પલાઇન નં.૧૯૦૮ અંગે વિસ્તૃત જાણકરી આપવામાં આવેલ હતી. આ જનજાગૃતિ કાર્યક્રમોમાં આશરે ૧૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા કર્મચારીઓ,શ્રમિકો,આમજનતા જોડાયેલ હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!