GUJARATMULISURENDRANAGAR

સુરેન્દ્રનગરની ITI મુળી અને તાપીની ITI કુકરમુંડાના નવનિર્મિત ભવનનું વર્ચ્યુઅલ લોકાપર્ણ કર્યું હતું.

રૂ.૧૬ કરોડથી વધુના ખર્ચે નવનિર્મિત બંને આઈ.ટી.આઈમાં મળી કુલ ૪૦૦ બેઠકોનો વધારો કરાયો, આઈ.ટી.આઈ- મુળીમાં ૨૪૦ બેઠકોનો વધારો

તા.13/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

રૂ.૧૬ કરોડથી વધુના ખર્ચે નવનિર્મિત બંને આઈ.ટી.આઈમાં મળી કુલ ૪૦૦ બેઠકોનો વધારો કરાયો, આઈ.ટી.આઈ- મુળીમાં ૨૪૦ બેઠકોનો વધારો

શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે ગાંધીનગર ખાતેથી સુરેન્દ્રનગરની આઈ.ટી.આઈ- મુળી અને તાપીની આઈ.ટી.આઈ-કુકરમુંડાના નવનિર્મિત ભવનનું વર્ચ્યુઅલ લોકાપર્ણ કર્યું હતું આશરે રૂ. ૧૬ કરોડથી વધુના ખર્ચે નવનિર્મિત આઈ.ટી.આઈ ભવનના લોકાર્પણ પ્રસંગે મુળી ખાતે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે, આઈ.ટી.આઈ-મુળીમાં અગાઉ ૨૪૦ બેઠકો હતી, જેને વધારીને ૪૮૦ કરવામાં આવી છે મંત્રી બલવંતસિંહ રાજપૂતે વિદ્યાર્થીઓનું ઉત્સાહવર્ધન કરતા જણાવ્યું હતું કે ગુજરાતના વિદ્યાર્થીઓના કૌશલ્ય નિર્માણ તેમજ તે કૌશલ્યના અનુરૂપ રોજગારીની પૂરતી તકો પૂરી પાડવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારનો દ્રઢ સંકલ્પ છે આજે લોકાર્પણ થયેલા નવીન આઈ.ટી.આઈ ભવનોને મળીને ગુજરાત સરકારે ગત બે વર્ષમાં ૧૧ અદ્યતન આઈ.ટી.આઈ ભવનનું નિર્માણ કર્યું છે એટલું જ નહિ, રાજ્યના વધુમાં-વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી તાલીમબદ્ધ કરી શકાય તે માટે આઈ.ટી.આઈની બેઠકોમાં પણ વધારો કર્યો છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્કીલ ઇન્ડિયા મિશન થકી ભારત ભવિષ્યમાં ગ્લોબલ સ્કિલ હબ બનશે જેમાં ગુજરાતના અનેકવિધ નવતર પ્રયાસોનો મહત્વપૂર્ણ ફાળો રહેશે ગુજરાતમાં દેશની પ્રથમ નવી ટેકનોલોજીને અનુરૂપ કુશળ માનવબળ તૈયાર કરવા માટે નવા અને અદ્યતન અભ્યાસક્રમો ધરાવતી કૌશલ્ય-ધ સ્કિલ યુનિવર્સીટી બનાવવામાં આવી છે સાથે જ, સ્કિલ બેઝ્ડ શિક્ષણ વ્યવસ્થાને પ્રોત્સાહન આપવા રાજ્યની ૫૫૮ જેટલી આઈ.ટી.આઈમાં ૫૪થી વધુ કોર્ષ શરુ કરાયા છે ગુજરાતનો યુવાન ક્યાય પાછો ન પડે તે માટે રાજ્ય સરકારે અનેક નવી વ્યવસ્થાઓ કરી રહી છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું શ્રમ અને રોજગાર મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, ગત ૨૦ વર્ષ દરમિયાન વિશ્વના ૫૦૦ પ્રતિષ્ઠિત ઉદ્યોગો પૈકી ૧૦૦ જેટલા ઉદ્યોગોએ ગુજરાતમાં રોકાણ કર્યું છે આ પ્રતિષ્ઠિત ઉદ્યોગકારોને તેમની જરૂરિયાત મુજબનું કૌશલ્યવાન માનવબળ પૂરું પાડવા માટે રાજ્ય સરકારે કેટલાક ઉદ્યોગો સાથે MoU કરીને સ્થાનિક યુવાનોને ઘર આંગણે રોજગારી પૂરી પાડી છે આવા નવતર અભિગમોના પરિણામે ગુજરાતના બેરોજગારી દરમાં ઘટાડો આવ્યો છે સાથે જ, રોજગાર કચેરીઓ દ્વારા યુવાનોને રોજગાર પૂરો પાડવામાં આજે ગુજરાત દેશમાં પ્રથમ છે આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, ઉદ્યોગોને કુશળ માનવબળ પૂરું પાડવા માટે આઈ.ટી.આઈ.ની મહત્વપૂર્ણ ભૂમિકા છે સરકારની મેઇક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, સ્કીલ ઇન્ડિયા અને સ્માર્ટ સિટીઝ મિશન જેવી નવી શરૂ કરાયેલી યોજનાઓથી દેશ અને રાજ્યમાં કુશળ માનવબળની માંગ આગળ વધશે આ કાર્યક્રમમાં સંસદ સભ્સ ચંદુભાઈ સિહોરા, જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલ, જિલ્લા કલેકટર કે. સી. સંપટ, જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્ના સહિત વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!