રતનપર સુધારા પ્લોટ વિસ્તારમાં ઘરફોડ ચોરીના બનાવમાં ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી 3 શખ્સોને દબોચી લીધા

તા.29/01/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જીલ્લા ગિરીશ પંડ્યા તથા નાયબ પોલીસ અધિક્ષક વી. બી. જાડેજાએ સુરેન્દ્રનગર જિલ્લામાં બનતા મિલકત સબંધી ગુનાઓ અટકાવવા તથા મિલકત સબંધી અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરી મુદ્દામાલ રીકવર કરવા સુચના આપેલ હોય જે અન્વયે જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં બી.એન.એ સ કલમ -૩૦૫ (એ) ૩૩૧ (૩)૩૩૧(૪) મુજબનો ગુન્હો નોંધાયેલ હોય જેથી જોરાવરનગર પીએસઆઇ ડી. ડી. ચુડાસમાની સુચના મુજબ સર્વેલન્સ ટીમના પીએસઆઇ ડી ડી ચુડાસમા, પીએસઆઇ એમ આર ગોહિલ, અશોકસિંહ, વિજયસિંહ, અનિલસિંહ સહિત સમગ્ર ટીમ દ્વારા ઘરફોડ ચોરીના કામોના ચોર મુદ્દામાલની તપાસમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન સયુંકત રીતે મળેલ બાતમીને આધારે રતનપર સર્કિટ હાઉસથી રિવરફ્રન્ટ જતાં રોડ પર આવેલા જલ ભવન પાસેથી ત્રણ ઇસમોને ઉપરોક્ત ઘરફોડ ચોરીમાં ગયેલ મુદ્દામાલ પૈકી સોનાની કાનમાં પહેરવાની બુટ્ટી ઝુમ્મર સાથેની નંગ ૨ તથા ચાંદીના નાના છોકરાની પગમાં પહેરવાની ઝાંઝરી નંગ ૨ તથા ચાંદીની વીંટી નંગ-૨ તથા ચાંદીની પગમાં પહેરવાની કડી નંગ ૨ તથા ચાંદીના મોટા જાડા છડા નંગ ૨ તથા ચાંદીના નાના સેરવાળા છડા નંગ ૨ તથા રોકડા રૂ.૧૧૦૦ ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને પકડી પાડી ઘરફોડ ચોરી ગુન્હો ડીટેકટ કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



