BANASKANTHAPALANPUR

આમીરગઢ તાલુકાની ગવરા પ્રાથમિક શાળા જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળાના પંચમ વિભાગ નિયુક્ત કરવામાં આવેલ 

11 જાન્યુઆરી,વાત્સલ્યમ દૈનિક સમાચાર, સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાલનપુરના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લાનું ૫૩ મું ગણિત વિજ્ઞાન પ્રદર્શન પાલનપુર તાલુકાના ગોળા મુકામે યોજાયું.જેમાં અમીરગઢ તાલુકાની ગવરા પ્રાથમિક શાળાએ વિભાગ પાંચમાં આપણા માટે ગણિત અંતર્ગત મેજીક બોર્ડ રજૂ કરેલ હતું.જેમાં પૂર્ણાંક સંખ્યાઓ ,એક અને બેકી સંખ્યાઓ ,અવિભાજ્ય સંખ્યાઓ વર્ગ ઘન વગેરેનો સમાવેશ કરેલ હતો.આ કૃતિ ગવરા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ધવલભાઈ ગજેરા અને કમલેશભાઈ ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ બાળ વૈજ્ઞાનિકો ખરાડી જુમીબેન અને પરમાર ગીતાબેને જહેમત ઉઠાવી હતી.બાળકોએ ત્રણ દિવસ ગોળા મુકામે આ કૃતિનું પ્રદર્શન કર્યું હતું અને ગવરા પ્રાથમિક શાળાનું ગૌરવ વધાર્યું હતું.

Back to top button
error: Content is protected !!