પાલનપુર બ્રહ્મભટ્ટ સમાજનું સ્નેહમિલન યોજાયું

13 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
ગામડું હોટલ આબુરોડ પર પાલનપુર બ્રહ્મભટ્ટ સમાજનું સ્નેહમિલન યોજાયું હતું. જેમાં પાલનપુરમાં વસતા તમામ બ્રહ્મભટ્ટ પરિવારો ઉત્સાહ સાથે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત રૂદ્ર વિજયભાઈ બારોટ દ્વારા સુંદર પ્રાર્થનાથી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પાલનપુર તાલુકા પીઆઇ શ્રી મિતેશભાઇ બારોટ અને દાંતીવાડા પીઆઇ શ્રી કુણાલભાઈ બારોટ અને શ્રી પ્રતાપકાકા, શ્રી ઈશ્વરકાકા, શ્રી કિશોરભાઈ, શ્રી સુરેશભાઈ, શ્રી રાજભાઈ બારોટ ઉપસ્થિત રહ્યા હતા .કાર્યક્રમના અંતે સર્વ જ્ઞાતિજનોની સંમતિથી સિદ્ધાર્થભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા પાલનપુર બ્રહ્મભટ્ટ સમાજની નવી કારોબારીની ઘોષણા કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે શ્રી યોગીનભાઈ પી બ્રહ્મભટ્ટ ,મંત્રી તરીકે શ્રી વિજયભાઈ બારોટ સહમંત્રી શ્રી સુનિલભાઈ બારોટ ખજાનચી શ્રી પ્રકાશભાઇ બારોટ તથા શ્રી ધીરેનભાઈ બારોટ , શ્રી પ્રશાંતભાઈ બારોટ, શ્રી મહેશભાઈ બારોટ અને મહિલા આયામમાં શ્રીમતી ગીતાબેન બારોટ, શ્રીમતી ધારાબેન બારોટની વરણી કરી નવી ટીમની રચના કરવામાં આવી હતી અને સમાજની સેવા કરવી સમાજને શ્રેષ્ઠ બનાવો અને શ્રેષ્ઠ સમાજ દ્વારા શ્રેષ્ઠ રાષ્ટ્ર બની શકે એવો સંકલ્પ નવી ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન શ્રીમતી ગીતાબેન બારોટે કર્યું હતું અને આભાર વિધિ શ્રી દુર્ગેશભાઈ બારોટે કરી હતી .સર્વ જ્ઞાતિબંધુઓએ ઉદાર હાથે સમાજ માટે દાન પણ આપ્યું હતું અને નવીન ટીમને શુભકામનાઓ પાઠવી હતી . કાર્યક્રમના અંતે સૌએ ભોજન સાથે લીધું હતું.



