MORBI:મોરબીના લગધીરપુર રોડ પર સ્પામાં SOGના દરોડા: કર્મચારીઓના બાયોડેટા જમા ના કરાવતા મેનેજર સામે ગુનો દાખલ




MORBI:મોરબીના લગધીરપુર રોડ પર સ્પામાં SOGના દરોડા: કર્મચારીઓના બાયોડેટા જમા ના કરાવતા મેનેજર સામે ગુનો દાખલ

મોરબીના લગધીરપુર રોડ પર આવેલા એક સ્પા સેન્ટરમાં એસ.ઓ.જી. (SOG) પોલીસ ટીમે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરી જાહેરનામા ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરી છે. સ્પામાં કામ કરતા કર્મચારીઓની માહિતી પોલીસ સ્ટેશનમાં જમા ન કરાવતાં મેનેજર સામે બી.એન.એસ.ની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

મળતી વિગતો મુજબ, મોરબી SOG પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન લગધીરપુર રોડ પર પ્લોટ નંબર ૨૭માં આવેલા ‘લવ એન્ડ લક્ઝરી સ્પા’માં અચાનક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કાઉન્ટર પર હાજર સ્પા મેનેજર જયદિપભાઈ દિનેશભાઈ ગોહેલ (ઉં.વ. ૨૪, રહે. મોરબી, મૂળ ગામ ગુંદી, તા. ધોળકા) પાસે સ્પામાં કામ કરતા વર્કર્સના બાયોડેટા રજિસ્ટ્રેશન અંગે પૂછપરછ કરવામાં આવી હતી.પોલીસ તપાસમાં સ્પામાં કામ કરતા ત્રણ કર્મચારીઓમાંથી બે કર્મચારીઓના બાયોડેટા ફોર્મ ભરી પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવાઈ ન હોવાનું સામે આવ્યું હતું.મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સ્પા અને મસાજ પાર્લરો માટે બહાર પાડવામાં આવેલા જાહેરનામાનું સ્પષ્ટ ઉલ્લંઘન જણાતાં પોલીસે મેનેજર જયદિપ ગોહેલ વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. (BNS) કલમ-૨૨૩ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી નોટિસ પાઠવી છે.



