MORBI:મોરબીના બરવાળા ગામે વૃદ્ધની જમીન પચાવી પાડનાર બે શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગ હેઠળ ગુન્હો નોંધાયો!
MORBI:મોરબીના બરવાળા ગામે વૃદ્ધની જમીન પચાવી પાડનાર બે શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગ હેઠળ ગુન્હો નોંધાયો!
રીપોર્ટ:- શ્રીકાંત પટેલ-મોરબી
મોરબી તાલુકાના બરવાળા ગામની સીમમાં આવેલ વૃદ્ધની જમીનમાં બે શખ્સોએ ગેરકાયદેસર રીતે કબજો કરી જમીનમાં વાવેતર કરી વૃદ્ધ પાસે જમીન ખાલી કરવા પૈસાની માંગણી કરીને જમીન પચાવી પાડતા વૃદ્ધે આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબીંગ હેઠળ ફરીયાદ નોંધાવી છે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ મુળ આમરણ ગામનાં વતની અને હાલ મોરબીના રવાપર રોડ પર આવેલ ૬૦૧ મારૂતિ દર્શન એપાર્ટમેન્ટ સરદાર -૨ માં રહેતા મગનભાઈ થોભણભાઈ ભાલોડીયા એ આરોપી રણછોડભાઈ ઉર્ફે લાલો જીવણભાઈ ખાંભલા તથા રતાભાઈ દેવાભાઈ ખાંભલા રહે. બરવાળા તાલુકો મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની માલીકીની મોરબીના બરવાળા ગામના સર્વે નંબર-૮૪ પૈકી-૧, ની હેકટર-૦૦-૯૨-૦૭ ચો.મી. જેની જંત્રી મુજબની કિંમત રૂપિયા બે લાખ નેવું હજાર જેની હાલની બજાર કિમંત આશરે પચાસ લાખ ગણાય તે કિંમતી ખેતીની જમીનમાં આરોપીઓએ કોઇપણ જાતના આધાર વગર ગેરકાયદેસર રીતે કબ્જો કરીને જમીનમાં વાવતેર, ખેતી કરી, જમીનનો અનઅધિકૃત રીતે કબ્જો રાખી કબ્જો ખાલી કરવા બદલ ફરીયાદી પાસેથી પૈસાની માંગણી કરી જમીન પચાવી પાડી, જમીનનો કબ્જો ખાલી નહી કરતા ફરીયાદીએ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ -૨૦૨૦ ની કલમ -૩,૪(૧),(૩,),૫(ગ) મુજબ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અહીં એ વાત જણાવી દઈએ કે ખાનગી જમીનમાં દબાણ દૂર કરવા માટે ખેડુત ખાતેદાર ફરીયાદી બને છે તો સરકારી ખરાબાની જમીનમાં દબાણ દૂર કરવાની જવાબદારી મામલતદારની છે. પણ તે દુર કરાવતા નથી. કોઈ પણ રાઝ છુપાયેલું છે કે તે આવી જવાબદારી નિભાવવામાં નિષ્ફળ ગયા છે તે સત્ય હકીકત છે.