GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના ખાખરાળા તાલુકા શાળાનો શતાબ્દી મહોત્સવ યોજાશે
MORBI:મોરબીના ખાખરાળા તાલુકા શાળાનો શતાબ્દી મહોત્સવ યોજાશે!
રીપોર્ટ:- શ્રીકાંત પટેલ-મોરબી
ગુરુવંદના-સ્નેહમિલન સહિતના કાર્યક્રમો યોજાશે!
મોરબી તાલુકાનાં ખાખરાળા ગામે આવેલી ખાખરાળા તાલુકા શાળાનાં ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં આગામી તારીખ ૬ જૂન ને શુક્રવારના રોજ ખાખરાળા તાલુકા શાળા તથા સમસ્ત ખાખરાળા ગામ દ્વારા શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવશે. આ નિમિત્તે ગુરુવંદના-સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
૬ જૂનના રોજ સવારે ૮-૦૦ કલાકે ખાખરાળા તાલુકા શાળા ખાતે શતાબ્દી મહોત્સવની ઉજવણી થશે. આ કાર્યક્રમમાં બેલા સ્થિત ખોખરા હનુમાનજી મંદિરના મહામંડલેશ્વર મા કનકેશ્વરીદેવીજી, જોધપર (નદી) સ્થિત શાંતિ નિકેતન આશ્રમના ભાણદેવજી મહારાજ અને નકલંક મંદિર બગથળાના મહંત દામજી ભગત આશીર્વચન પાઠવવા ઉપસ્થિત રહેશે.