MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા “શ્રમદાન ફોર અંતર્ગત સ્વચ્છતા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું

MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા “શ્રમદાન ફોર અંતર્ગત સ્વચ્છતા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું
તા. ૧૦/૧૧/૨૦૨૫ ના રોજ ક્લસ્ટર ૩ ની વિઝીટ કરવામાં આવેલ. જેમાં ક્લસ્ટર નં ૩ ના સફાઇ કર્મચારીની હાજરીની ચકાસણી કરવામાં આવેલ. તથા માળીયા ફાટક, ઇન્દિરા નગર, ગોપાલ સોસાયટી, ત્રાજપર ચોકડી, મહારાણા પ્રતાપ સર્કલ, ટીંબડી પાટિયા પાસે આવેલ GVP પોઈન્ટની વિઝીટ કરવામાં આવેલ. આ ઉપરાંત ડોર ટુ ડોરની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ.
સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરી વિસ્તારમાં આવેલ આલાપ પાર્ક, ગાંધી સોસાયટી, ઇન્દિરા નગર પાસે આવેલ નાળાની સફાઇ કામગીરી હાથ ધરવામાં આવેલ. વધુમાં જણાવવાનું કે, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા દર મંગળવારે અઠવાડિક ખાસ સફાઇ ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ જે અંતર્ગત આજરોજ શહેરી વિસ્તારમાં વાવડી ગામથી વાવડી ચોકડી, માણીમંદિર, સર્કિટ હાઉસથી માળીયા ફાટક, નજરબાગ ફાટકથી ભડિયાદ મેઇન રોડ, કલેકટર ઓફિસ થી સૌ ઓરડી મેઇન રોડ, રવાપર ચોકડીથી ક્રિષ્ના સ્કુલ સુધી, ભક્તિનગર સર્કલ, શનાળા રોડ, હાઉસિંગ બોર્ડ પાસેથી ઉમિયા સર્કલ સુધી સફાઇ કામગીરી હાથ ધરવામાં આવેલ છે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા “શ્રમદાન ફોર મોરબી” અંતર્ગત તા. ૧૩/૧૧/૨૦૨૫ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે ત્રાજપર ચોકડીથી મહારાણા પ્રતાપ સર્કલ સુધી સ્વચ્છતા ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ. આ શ્રમદાનમાં ટીચર એસોસિએશન જોડાવવાનું હોય. આ ઉપરાંત વિવિધ NGOs, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ તથા નાગરિકોને જોડવા મોરબી મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવે છે.








