GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાના બોરુ ગામ સ્થિત રીફાઈ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ સ્ટેટ લેવલ ની આર્ટ સ્પર્ધામાં મેળવ્યું સન્માન.

 

તારીખ ૧૦/૦૨/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

અમદાવાદ ગુજરાત કોલેજ એલિસબ્રીજ ખાતે કલા શિક્ષક સંઘ ગુજરાત બોર્ડ દ્વારા ખુલ્લી આર્ટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 1000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં 72 વિદ્યાર્થીઓને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા, જેમાંથી ચાર વિદ્યાર્થીઓ કાલોલ તાલુકાના બોરુ ગામ ખાતે આવેલી રીફાઈ પબ્લિક સ્કૂલના હતા જ્યાં આ સ્પર્ધામાં વિજેતા થયેલા માહેતસ્નીમ પઠાણ,તમન્ના પઠાણ સોહિલ બેલીમ અને અહેમદ રઝા મિરઝા ને સન્માનિત કરવામાં આવ્યા હતા જ્યાં રીફાઈ પબ્લિક સ્કૂલ બોરુના વિદ્યાર્થીઓની આ સિદ્ધિને શાળા તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા છે. શાળાના સ્થાપક હઝરત સૈયદ કમાલુદ્દિન મઝહરુલાહ રીફાઇ સાહેબ સહિત શાળાના સંચાલક હઝરત સૈયદ નૈયરબાબા રીસાઇ સાથે પ્રિન્સીપાલ સલમા વઝીર અને આર્ટ ટીચર્સ શાહીન મન્સૂરી એ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમને ભવિષ્યમાં પણ આવી સિદ્ધિઓ મેળવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.આ સ્પર્ધામાં વિજેતા થયેલા આ વિદ્યાર્થીઓને શાળા તરફથી સન્માનિત કરવામાં આવશે અને તેમને ભવિષ્યમાં પણ આવી સિદ્ધિઓ મેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. તેવું શાળાના આર્ટ ટીચર્સ એ જણાવ્યું હતું.

 

Check Also
Close
Back to top button
error: Content is protected !!