MORBI:મોરબીના ખાખરેચીથી રોહિશાળા સુધીની પાણીની લાઈન નાખવાના કામમાં ભ્રષ્ટાચાર આક્ષેપ સાથે કોંગ્રેસ અગ્રણીએ વિડીયો જાહેર કર્યો

MORBI:મોરબીના ખાખરેચીથી રોહિશાળા સુધીની પાણીની લાઈન નાખવાના કામમાં ભ્રષ્ટાચાર આક્ષેપ સાથે કોંગ્રેસ અગ્રણીએ વિડીયો જાહેર કર્યો
ખાખરેચીથી રોહિશાળા સુધીની પાણીની લાઈન નાખવાના કામમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ અગ્રણીએ વિડીયો જાહેર કર્યો છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે જાણી જોઈને કામ નબળું રાખવામાં આવી રહ્યું છે. જેથી ફરી તેના રિપેરીંગના ખર્ચ થઈ શકે.
માળિયા મિયાણા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સંદીપભાઈ કાલરીયાએ જણાવ્યું કે રૂ.25 કરોડના ખર્ચે નળ સે જળ યોજના હેઠળ ખાખરેચીથી રોહીશાળા વચ્ચે પાઈપલાઈન નાખવામાં આવી રહી છે. આ લાઈન સવાથી દોઢ ફૂટે જ નાખેલી છે. જ્યારે નિયમ એવો છે કે સવા 3 ફૂટે નાખવાની હોય છે. આ લાઈન ખેતરની બદલે રસ્તામાં નાખવામાં આવી છે. માથેથી ટ્રેકટર ચાલે તો લાઈન તૂટી જાય. એ રીતે નાખવામાં આવી છે. અધિકારીને આ મામલે જાણ કરી તો તેને બચાવમાં એવું કહ્યું કે કેનાલ નીકળે છે એટલે ત્યાં લાઈન નાખી છે.પરંતુ વાસ્તવિકતા તો એ છે કે ખેડૂતોએ પણ કેનાલ નીચેથી પાઈપ કાઢ્યા છે. જો ખેડૂત આવું કરી શકતા હોય તો તંત્ર કેમ નહિ? મંત્રી એવું કહે છે કે ક્યાંય નબળું કામ થતું હોય તો મારૂ ધ્યાન દોરો. આ નબળું કામ જ છે. આ એક ભ્રષ્ટાચારની સાયકલ છે. અત્યારે નબળું કામ કરાશે કારણકે પછી લાઈન તૂટે એટલે ફરીથી અહીં ખર્ચ કરીને ભ્રષ્ટાચાર કરી શકાય.









