GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હામાં નાસતા ફરતા આરોપી તથા ભોગબનનારને શોધી કાઢતી પેરોલ-ફર્લો સ્કવોર્ડ

 

તારીખ ૨૪/૧૦/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આપેલ સુચનાઓ અને માર્ગદર્શન આધારે પો.સ.ઈ બી.એમ.રાઠોડ પેરોલ ફર્લો સ્કવોર્ડ, પંચમહાલ-ગોધરા નાઓએ પેરોલ ફર્લો સ્ટાફને નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા અંગે બાતમી હકીકત મેળવી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના આપેલ.જે આધારે પેરોલ ફર્લો સ્કવોર્ડના આ.હે.કો. રમેશભાઈ વાઘજીભાઈ નાઓને હ્યુમન સોર્શીસ દ્વારા બાતમી હકિકત મળેલ કે,કાલોલ પો.સ્ટે.ના ઇ.પી.કો. કલમ ૩૬૩,૩૬૬ તથા પોકસો એકટ કલમ મુજબના અપહરણના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી દેવેન્દ્રભાઈ ચંદુભાઈ મકવાણા રહે-બચકા આડુ ફળીયું તા- કાલોલ જી-પંચમહાલનાનો ડભેલ,દમણ ખાતે હોવાની ચોક્કસ બાતમી હકીકત મળેલ હોય જે બાતમી આધારે પેરોલ ફર્લો પોલીસ સ્ટાફના માણસોને તપાસમાં મોકલી આપતા ઉપરોકત આરોપી ડભેલ, દમણ ખાતેથી મળી આવતા આરોપીને હસ્તગત કરવામાં આવેલ અને આગળની કાર્યવાહી સારૂ આરોપી તથા ભોગબનનારને કાલોલ પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!