GUJARATHALOLPANCHMAHAL
હાલોલના ડીવાયએસપી વિક્રમસિંહ રાઠોડને “ચંદ્રક” મેડલથી સન્માનિત કરવામાં આવ્યા
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૫.૮.૨૦૨૫
ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા વર્ષ 2022, 2023 અને 2024 દરમિયાન પોલીસ વિભાગમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓને “ચંદ્રક અલંકારણ” મેડલથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ સંદર્ભે ગાંધીનગર ખાતે આવેલ કરાઈ પોલીસ એકેડેમીમાં એક વિશિષ્ટ સન્માન સમારોહ યોજાયો હતો,જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં કુલ 118 પોલીસ અધિકારીઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં હાલોલના ડીવાયએસપી વિક્રમસિંહ રાઠોડને વર્ષ 2022 માટે શ્રેષ્ઠ કામગીરી બદલ “ચંદ્રક” મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.વિક્રમસિંહ રાઠોડને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો,જે હાલોલ પોલીસ વિભાગ માટે ગૌરવની વાત છે.