HALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદના ચરાડવા નજીક ગમખ્વાર અકસ્માત: પાંચ લોકોના મોત નિપજાવનાર ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો

 

HALVAD:હળવદના ચરાડવા નજીક ગમખ્વાર અકસ્માત: પાંચ લોકોના મોત નિપજાવનાર ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો

હળવદ-મોરબી હાઇવે પર નાયરા પેટ્રોલ પંપ સામે એક અત્યંત ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ઇટાનો સિરામિક કારખાનામાંથી બેદરકારીપૂર્વક બહાર નીકળેલા એક ટ્રક ડમ્પરે કિયા સેલ્ટોસ કારને જોરદાર ટક્કર મારતા કારમાં સવાર ૦૫ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ૨ લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જીને ડમ્પર ચાલક વાહન સાથે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો, જેની સામે હળવદ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.

​​મળતી માહિતી મુજબ, હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રહેતા પ્રકાશભાઈ હમીરભાઇ ડઢૈયા (ઉ.વ.૩૩) અને તેમના મિત્રો કિયા સેલ્ટોસ કાર (નંબર: જી.જે-૩૬-એ.એફ-૭૦૭૫) લઈને મોરબી તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન હાઇવે પર આવેલા ઇટાનો સિરામિક કારખાનામાંથી ટ્રક ડમ્પર (નંબર: જીજે-૧૩-એ.એક્સ-૫૨૮૭) ના ચાલકે આજુબાજુ જોયા વગર કે કોઈ પણ પ્રકારનું સિગ્નલ આપ્યા વિના અચાનક પોતાનું વાહન રોડ પર કાઢ્યું હતું.

​રોડની વચ્ચે આવેલી કટ (ડિવાઈડર કટ) માં ડમ્પર આડું નાખી દેતા પુરપાટ ઝડપે આવતી કિયા કાર તેની સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.અકસ્માતમાં મૃત્યુ પામેલા કમનસીબ નામો:​આ અકસ્માતમાં કારમાં સવાર નીચે મુજબના પાંચ લોકોના ગંભીર ઇજાઓ થવાને કારણે ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા:૧. ભરતભાઇ પ્રભુભાઇ – ૨. પ્રેમજીભાઇ શંકરભાઇ – ૩. સુરેશભાઇ વિસાભાઇ – ૪. વિરમભાઇ ભીમાભાઇ – ૫. પરેશભાઇ દિલીપભાઇ – ​બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત આ અકસ્માતમાં ફરિયાદ નોંધાવનાર પ્રકાશભાઈ હમીરભાઇ ડઢૈયાને ડાબા હાથમાં ફ્રેક્ચર તેમજ મોઢા અને શરીર પર ગંભીર ઇજાઓ પહોંચી છે. આ ઉપરાંત કારમાં સવાર અન્ય એક સાથી દિલીપભાઇને પણ નાની-મોટી ઇજાઓ થતાં બંનેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
​પોલીસ કાર્યવાહી:ઘટના અંગે પ્રકાશભાઈ ડઢૈયાએ ફરાર ડમ્પર ચાલક વિરૂદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને ફરાર ડમ્પર ચાલકને ઝડપી પાડવા અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!