GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ખાનપર પ્રાથમિક શાળા ખાતે તમાકુ અંતર્ગત જન જાગૃતિ લાવવા માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

 

MORBI:મોરબીના ખાનપર પ્રાથમિક શાળા ખાતે તમાકુ અંતર્ગત જન જાગૃતિ લાવવા માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

 

 

તા. ૧૭/૧૨/ ૨૦૨૪ને મંગળવાર ડીસ્ટ્રીક ટોબેકો કંટ્રોલ સેલના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાજપરના આયુષ્યમાન આરોગ્ય મંદીર દ્વારા
ખાનપર પ્રાથમિક શાળા ખાતે તમાકુ અંતર્ગત જન જાગૃતિ લાવવા માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. જેના અંતર્ગત આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાનપર વિસ્તારના લોકોમાં તમાંકુથી થતા રોગો જેવા કે ‘કેન્સર’ ફેફ્સાના રોગો ‘સ્ટોર્ક’ ‘ COPD’ વગેરે જેવાં ગંભીર રોગો બાબતે જાગૃતતા ફેલાવવા માટે ખાનપર પ્રાથમિક શાળામાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ. જેમા ૧,૨,૩, નંબર આવતા વિદ્યાર્થીઓને શિક્ષણને લગતી ભેટ આપીને પ્રોત્સાહક ઈનામો આપેલ.આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ખાનપર પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ શિક્ષકો અને ટીમ ખાનપરના CHO ક્રિષ્ના જી. જમોડ MPHW FHW એ ખુબજ જહેમત ઉઠાવેલ.


અંતે શાળાનાં આચાર્ય ઈશ્વરભાઈ સાવરિયા દ્વારા કાર્યક્રમની સફળતા બદલ શાળાનાં તમામ શિક્ષકો તથાં આરોગ્ય સ્ટાફને અભિનંદન પાઠવવામાં આવેલ.

Back to top button
error: Content is protected !!