GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના વજેપર આંગણવાડી કેન્દ્ર ખાતે “અટલ સ્વાન્ત: સુખાય યોજના” અંતર્ગત “પ્રોજેક્ટ અભિમન્યુ” હેઠળ ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો

MORBI:મોરબીના વજેપર આંગણવાડી કેન્દ્ર ખાતે “અટલ સ્વાન્ત: સુખાય યોજના” અંતર્ગત “પ્રોજેક્ટ અભિમન્યુ” હેઠળ ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો

 

 

મોરબીના વજેપર આંગણવાડી કેન્દ્ર ખાતે “અટલ સ્વાન્ત: સુખાય યોજના” અંતર્ગત “પ્રોજેક્ટ અભિમન્યુ” હેઠળ ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ૧૦ સગર્ભા બહેનોએ ભાગ લીધો હતો. પોષ્ટિક સુખડી વિતરણ અને યોગ કસરત દ્વારા બહેનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.ભારતીય સંસ્કૃતિમાં ૧૬ સંસ્કારોની પરંપરા છે, જેમાં ગર્ભ સંસ્કાર મહત્વપૂર્ણ છે. આ સંસ્કાર દ્વારા આવનારા બાળકના ગુણોને પાયામાંથી સંસ્કાર આપવામાં આવે છે. ત્યારે મોરબી જીલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ “અટલ સ્વાન્ત: સુખાય યોજના” અંતર્ગત “પ્રોજેક્ટ અભિમન્યુ” શરૂ કરાયો છે, જે અનુસંધાને તા. ૧ એપ્રિલના રોજ, મોરબી ઘટક-૧ના સીટી-૧ ગ્રુપના વજેપર ૧૪૬ કોડના વર્કર બહેન દ્વારા આંગણવાડી કેન્દ્ર ખાતે ગર્ભ સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૧૦ સગર્ભા બહેનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે સગર્ભા બહેનો માટે પોષ્ટિક સુખડી વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ નિતા બહેન દ્વારા સગર્ભા બહેનો માટે યોગ દ્વારા હળવી કસરત કરાવી અને ગર્ભ સંસ્કારના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. આ કાર્યક્રમ દ્વારા સગર્ભા બહેનોને ગર્ભ સંસ્કારની વિધિઓ અને તેના લાભો વિશે માહિતગાર કરાયા હતા.

Back to top button
error: Content is protected !!