
રાજપારડી ડી પી શાહ વિદ્યામંદિર શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી.
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ડી પી શાહ વિદ્યામંદિર શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી.આ પ્રસંગે શાળાની મુલાકાતે સંયુક્ત સચિવ સાયન્સ અને ટેકનોલોજી વિભાગ ગાંધીનગર એન એચ ગઢવી






. આર.સી પ્રજાપતિ સેક્શન ઓફિસર સામાન્ય વહીવટી વિભાગ તથા ચેતન કે પટેલ સી.આર.સી ધારોલી,તથા શાળા સંચાલક મંડળના પ્રમુખ સુનિલ પટેલ આ પ્રસંગે હાજર રહ્યા હતા આ કાર્યક્રમ અંતર્ગત શાળામાં નવા પ્રવેશ પામેલ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો અને ગાંધીનગરથી પધારેલ મહેમાન ના હસ્તે સ્ટેમલેબનું ઉદઘાટન અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અંતે શાળા સંચાલક મંડળના પ્રમુખ સુનિલભાઈ પટેલ દ્વારા ગાંધીનગર થી પધારેલ સંયુક્ત સચિવ સાયન્સ અને ટેકનોલોજી વિભાગ એન એચ ગઢવી. નો આભાર વ્યક્ત કર્યો હતો શાળાના આચાર્ય પારુલ બેન પટેલ અને તેમના સ્ટાફ દ્વારા ખુબ જ ઉત્સાહથી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરી હતી અંતે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો
ઈરફાન ખત્રી
રાજપારડી




