MORBI:મોરબીના રવાપર રોડપર રહેણાંક મકાનમાં જુગારધામ ઝડપાયું
MORBI:મોરબીના રવાપર રોડપર રહેણાંક મકાનમાં જુગારધામ ઝડપાયું
મોરબીના રવાપર ગામ ગોલ્ડન માર્કેટ સામે શુભમ એપાર્ટમેન્ટ ફ્લેટ નં -૨૦૧મા રહેતા આરોપીના રહેણાંક મકાનમા તીનપત્તીનો જુગાર રમતા દશ ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મોરબીના રવાપર ગામે આવેલ શુભમ એપાર્ટમેન્ટમાં કાંતિલાલ દેલવાડીયાની માલીકીના ફ્લેટ નં.૨૦૧માં ચાલી રહેલ જુગારના અખાડામાં અમુક શખ્સો દ્વારા તીનપત્તીનો જુગાર રમવાની ચોક્કસ બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે શુભમ એપાર્ટમેન્ટના ફ્લેટમાં દરોડો પાડતા ત્યાં જુગાર રમી રહેલા કાંતીલાલ માવજીભાઈ દેલવાડીયા ઉવ.૫૦ રહે. રવાપર ગામ ગોલ્ડન માર્કેટ સામે શુભમ અઓરતમેન્ટ ફ્લેટ નં. ૨૦૧, રાજભાઈ કાંતીલાલ દેલવાડીયા ઉવ.૨૧ રહે.શુભમ એપાર્ટ., ભરતભાઈ રામજીભાઈ બાવરવા ઉવ.૩૭ રહે.ચિત્રકૂટ સોસાયટી, દિલીપભાઈ રણછોડભાઈ દેત્રોજા ઉવ.૪૩ રહે. રવાપર તળાવની બાજુમાં, રમેશભાઈ ભીખાભાઈ દસાડીયા ઉવ.૪૧ રહે.શુભમ એપાર્ટ., વિપુલભાઈ જયંતીભાઈ જોલાપરા ઉવ.૪૭ રહે. રવાપર ઘુનડા રોડ યોગી એપાર્ટમેન્ટ, મહેંદ્રભાઈ મનજીભાઈ બાવરવા ઉવ.૪૨ રહે.નવા બસ સ્ટેન્ડ સામે સ્વસ્તિક ટાવર, કલ્પેશભાઈ લાલજીભાઈ સાવરીયા ઉવ.૩૪ રહે.વાવડી રોડ ઉમિયા સોસાયટી, હિરલભાઈ ભુદરભાઈ ઠોરીયા ઉવ.૩૨ રહે.રવાપર ગામ શ્યામપાર્ક તથા શનીભાઈ કાંતીભાઈ લીંબાણી ઉવ.૩૦ રહે.રવાપર ઘુનડા રોડ માધવ એપાર્ટમેન્ટવાળાને કુલ રૂ. ૧,૩૧,૫૦૦/-રોકડ રકમ સાથે ઝડપી લઈ તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.