GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી: સામાકાંઠે ગ્રીન સિટી ઓફિસમાંથી જુગારધામ ઝડપાયું,  રોકડ સાથે ૩ ઈસમો ઝડપાયા 

 

MORBI:મોરબી: સામાકાંઠે ગ્રીન સિટી ઓફિસમાંથી જુગારધામ ઝડપાયું,  રોકડ સાથે ૩ ઈસમો ઝડપાયા

 

મોરબી સિટી બી ડિવિઝન પોલીસ કાફલો વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો, તે દરમિયાન મળેલી ચોક્કસ માહિતીના આધારે પોલીસે સામાકાંઠે આવેલી વૈભવ હોટલ નીચે ગ્રીન સિટી ઓફિસમાં અચાનક રેઇડ પાડી હતી. આ દરોડા દરમિયાન ઓફિસમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા ત્રણ ઈસમોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે.

ઝડપાયેલા આરોપીઓ:પરસોતમભાઈ ટપુભાઈ પરમાર (રહે. સો ઓરડી, રામાપીરના મંદિર પાસે, મોરબી)

મનસુખભાઈ દેવરાજભાઈ આદ્રોજા (રહે. શ્રીમદ સોસાયટી, હનુમાનજીના મંદિર પાસે, મેઇન શેરી, પ્લોટ નં. ૬૧, મોરબી)

જયેશભાઈ ગોપાજીભાઈ રાઠોડ (રહે. ભડિયાદ સેડ, જંગલેશ્વર મંદિરની પાછળ, મોરબી)

કુલ જપ્ત મુદ્દામાલ:રોકડ રકમ: ₹ ૩૩,૨૦૦/-પોલીસે ઘટનાસ્થળેથી કુલ રૂપિયા ૩૩,૨૦૦ ની રોકડ રકમ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ત્રણેય આરોપીઓ સામે જુગારધારાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને બી ડિવિઝન પોલીસે આગળની ધોરણસરની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!