TANKARA:ટંકારાના લજાઈ ગામની શ્રી દેવદયા માધ્યમિક શાળા – લજાઈ માં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી
TANKARA:ટંકારાના લજાઈ ગામની શ્રી દેવદયા માધ્યમિક શાળા – લજાઈ માં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી
મોરબી જિલ્લાના ટંકારા તાલુકા ની શ્રી દેવદયા માધ્યમિક શાળા – લજાઈ , શ્રી કન્યા તાલુકા શાળા – લજાઈ , લજાઈ આંગણ વાડી દ્વારા સંયુક્તપણે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે માં આંગણવાડી ના નાના ભૂલકાઓ , બાલવાટિકા અને ધોરણ -1 ના બાળકો અને ધો – 9 ના બાળકો ને નવા શૈક્ષણિક સત્રમાં પ્રવેશ મેળવી જ્ઞાનયાત્રાનો પ્રારંભ પ્રારંભ કરાવ્યો હતો
આ કાર્યક્રમ માં ટંકારા પડધરી વિસ્તારના ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ દેથરીયા , ગાંધીનગર ના ડેપ્યુટી ડાયરેક્ટર વાઢેર સાહેબ , આયુર્વેદ વિભાગથી ડો. દિલીપ વિઠ્ઠલપરા તથા CRC કૌશિકભાઈ ઢેઢી મહેમાનશ્રીઓ ની હાજરી માં ઉજવણી કરી હતી , આ કાર્યક્રમમાં શ્રી લજાઈ કેળવણી મંડળ ના પ્રમુખશ્રી ભાણજીભાઈ વામજા થતા મંડળના ટ્રસ્ટીઓ , સરપંચશ્રી તથા ગ્રામજનો થતા બંને શાળા પરિવારના આચાર્યશ્રી ,શિક્ષકગણ બાળકો તથા વાલીશ્રી
એ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
કાર્યક્રમ ની શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી મહેમાનશ્રી દ્વારા દીપ પ્રગટાવી કાર્યક્રમ ની શરૂઆત કરી હતી , કાર્યક્રમ માં મહેમાનો નું પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું ત્યારે બાદ આંગણવાડી ના બાળકો , બાલવાટિકા ના બાળકો , ધો – 1 તથા ધો – 9 ના બાળકોને શિક્ષણિક કીટ
આપી પ્રવેશ અપાવ્યો હતો .ધો – 1 થી 10 ના વાર્ષિક પરીક્ષામાં 1 થી 3 નંબર મેળવેલ બાળકોને શિલ્ડ અને શૈક્ષણિક કિટ આપી પોત્સાહીત કર્યા હતા.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાનશ્રી ઓ ગામ લોકો ને સરકારી શાળાની સુવિધાઓ વિશે વાત કરી બાળકોને સરકારી શાળામાં પ્રવેશ મેળવે તે માટે માર્ગદર્શન આપ્યું હતું.કાર્યક્રમ ના અંતે મહેમાનશ્રી ઓ દ્વારા વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાગૃતિ માટેનો સંદેશ આપ્યો હતો.