MORBI:નેપાળમાં અચાનક આવેલા પૂરના પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઇન જાહેર




MORBI:નેપાળમાં અચાનક આવેલા પૂરના પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઇન જાહેર

નેપાળમાં પરિવારજનો, સગા-સંબંધીઓ કે પરિચિતો ફસાયા હોય તો જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટરનો સંપર્ક કરવા અનુરોધ
મોરબી, તા. ૨૬ ઓગસ્ટ- નેપાળ-ચીન સરહદ નજીક લિબેટ તરફથી ભોટેકોશી નદીમાં અચાનક પૂર આવવાના કારણે નેપાળના વિવિધ વિસ્તારોમાં નુકસાન થયાના અહેવાલો પ્રાપ્ત થયા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના નાગરિકોને જરૂરી મદદ અને માર્ગદર્શન મળી રહે તે માટે જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (DEOC) ખાતે હેલ્પલાઇન જાહેર કરવામાં આવી છે.

મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે કે, તેમના પરિવારજનો, સગા-સંબંધીઓ અથવા પરિચિતોમાંથી કોઈ વ્યક્તિ નેપાળમાં ફસાયેલ હોય, ગુમ થયેલ હોય, જાનમાલનું નુકસાન થયેલ હોય અથવા કોઈપણ પ્રકારની તાત્કાલિક સહાયની જરૂરિયાત હોય તો જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટરનો તાત્કાલિક સંપર્ક કરવો.
મોરબી જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ટોલ-ફ્રી નંબર ૧૦૭૭ ઉપરાંત (૦૨૮૨૨) ૨૪૩૩૦૦ તથા (૦૨૮૨૨) ૨૪૩૪૩૫ પર સંપર્ક કરી શકાશે.
આ ઉપરાંત નેપાળમાં સ્થાનિક તંત્રનો સંપર્ક કરવા માટેના નેપાળ ઇમરજન્સી સંપર્ક નંબરો +૯૭૭ ૯૮૫ ૧૩૧ ૬૮૦૭ તથા +૯૭૭ ૯૭૦ ૯૧૦ ૭૫૦૦ પણ જાહેર કરવામાં આવ્યા છે.
જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટરને પ્રાપ્ત થતી માહિતીના આધારે સંબંધિત તંત્ર સાથે જરૂરી સંકલન કરી શક્ય તેટલી જરૂરી રાહત અને માર્ગદર્શન પૂરું પાડવા માટે કાર્યવાહી કરવામાં આવશે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે, નેપાળમાં રહેલા પોતાના પરિવારજનો અને પરિચિતોની સલામતી અંગે કોઈ ચિંતા કે જરૂરીયાત હોય તો ગભરાયા વિના ઉપરોક્ત હેલ્પલાઇન નંબરો પર તાત્કાલિક સંપર્ક કરવો.


