MORBI:મોરબીના રફાળેશ્વર ચોકડી નજીક ટ્રક અને મોટરસાયકલ વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો

MORBI:મોરબીના રફાળેશ્વર ચોકડી નજીક ટ્રક અને મોટરસાયકલ વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો
મોરબીના રફાળેશ્વર ચોકડીથી જાંબુડીયા ઓવરબ્રિઝ સર્વિસ રોડ પર ટ્રક અને મોટરસાયકલ વચ્ચે ભયાનક અકસ્માત થયો.
મોરબી તાલુકાના રફાળેશ્વર ચોકડીથી જાંબુડીયા ઓવરબ્રીજ વચ્ચેના સર્વિસ રોડ પર તા. ૧૫ ઓક્ટોબર ૨૦૨૫ના રાત્રે માર્ગ અકસ્માતની ઘટના બની હતી. જે બનાવ અંગે ફરીયાદી મનીષભાઈ દિતીયાભાઈ ગોયલ ઉવ.૨૮ રહે. એક્તા કેમિકલ લેબર કોલોની મહેન્દ્રનગર ચોકડી મોરબી વાળાએ તાલુકા પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે તેમના ઓળખીતાઓ શંકરભાઈ તથા કરણસિંહ બંને બજાજ કંપનીની મોટરસાયકલ રજી.નં. એમપી-૪૫-ઝેડએફ-૯૬૨૯ લઈને રફાળેશ્વર ચોકડી તરફથી પોતાના ઘરે જઇ રહ્યા હતા. ત્યારે સામેની તરફથી આવતા ટ્રક નંબર જીજે-૦૩-બીવાય-૮૪૩૧ ના ચાલકે પુરઝડપે અને બેદરકારીથી ટ્રક હંકારતા મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે શંકરભાઈ તથા કરણસિંહને માથા તથા શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ થતાં બંનેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ બાદ પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને મૃતદેહોને મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા. હાલ તાલુકા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.









