GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBi:મોરબી ખાતે આશ્રય ગૃહ ની સંચાલક સંસ્થા મહિલા ઉત્કર્ષ કાર્યક્રમ અંતર્ગત આજીવિકા સેમિનાર યોજાયો.

MORBi:મોરબી ખાતે આશ્રય ગૃહ ની સંચાલક સંસ્થા મહિલા ઉત્કર્ષ કાર્યક્રમ અંતર્ગત આજીવિકા સેમિનાર યોજાયો.

 

 


રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન,મોરબી નગરપાલીકા દ્વારા મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ની સંચાલક શ્રી સિધ્ધિ ખાદી ગ્રામોદ્યોગ કેળવણી સંસ્થા અને સહયોગી શ્રી માનવ સેવા એજ પ્રભુ સેવા સંસ્થાન દ્વારા સ્થાનિક લાભાર્થી બહેનો ને ઘરે બેઠા કામગીરી દ્વારા આવક માટે ઇમીટેશન કામ અને નોકરી માટે ઇન્ટરવ્યૂ ની સ્થળ પર જ જાણકારી સાથે લાભ મળે તેવા આશય થી આજે લાભ પાંચમ ના શુભ દિવસે વિશેષ કાર્યક્રમ આયોજિત કર્યો હતો. આ કાર્યક્રમ માં રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન NULM વિભાગ નગર પાલિકા મોરબી ના મેનેજર શ્રી ચિરાગભાઈ વાઢેર દ્વારા સખી મંડળ ના બહેનો માટે આજીવિકા વ્યવસ્થા અંગે વિસ્તૃત માહિતી આપી હતી ,મોરબી A ડિવિઝન પોલીસ સ્ટેશન ના PSI સોનારા સાહેબ દ્વારા મહિલાઓ ની સલામતી અને સુરક્ષા ને લગતી કાયદાકીય માહિતીઓ આપી હતી, જ્યારે જિલ્લા રોજગાર કચેરી મોરબી ના શ્રી ચતુરભાઈ વરાણીયા એ બહેનો માટે રોજગારી ની તકો અંગે માહિતી આપી હતી.જ્યારે ઇમિટેશન કામ આપનાર ૪ જેટલા વર્ક પ્રોવાઇડર, નોકરી દાતાઓ વગેરે એ સ્થળ પર જ ડેમો અને જાણકારી આપી હતી.


આ તકે સંસ્થા ના પ્રમુખ શ્રી પરેશ ત્રિવેદી દ્વારા મહિલા ઉત્કર્ષ કાર્યક્રમ નો વધુ ને વધુ સંખ્યા માં લાભાર્થી બહેનો લાભ લે તે માટે વિનંતી કરી હતી અને સૌ મહેમાનો નો હાર્દિક આભાર પ્રગટ કર્યો હતો.આ સેમિનાર માં ૭૦ જેટલા લાભાર્થી બહેનો હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!