Halvad:હળવદ તાલુકાના માનસર ગામમાં બનીવાડી વિસ્તારમાં પ્રેમી યુગલ સજોડે આપઘાત કરી જીવન ટૂંકાવ્યું
Halvad:હળવદ તાલુકાના માનસર ગામમાં બનીવાડી વિસ્તારમાં પ્રેમી યુગલ સજોડે આપઘાત કરી જીવન ટૂંકાવ્યું
હળવદ તાલુકાના માનસર ગામે કૌટુંબિક ભાઈ બહેને સમાજ એક નહિ થવા દે તેવા ડરથી સજોડે આપઘાત કરી લેતા ચકચાર મચી હતી માનસર ગામે ભાઈ બહેને સજોડે આપઘાત કરી લીધાનું ખુલ્યું છે
હળવદના માનસર ગામમાં આવેલી બની વાડી વિસ્તારમાં વીજ પોલ સાથે એક યુવક અને યુવતીનો મૃતદેહ લટકતો મળી આવ્યો હતો પ્રેમી યુગલે આપઘાત કર્યો હોવાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને મૃત દેહનો કબજો મેળવી પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો સગા કાકા બાપાના દીકરા હોવાનું સામે આવ્યું હતું અને સમાજ એક નહી થવા દે તેવા ડરથી પગલું ભર્યા હોવાનું સામે આવ્યું હતું મૃતક યુવતીનું નામ આરતી નવલભાઈ તડવી ઉમર વર્ષ 20 જયારે યુવકનું નામ સંજયભાઈ કનુભાઈ તડવી ઉમર વર્ષ 23 હોવાનું સામે આવ્યું હતું બન્ને વચ્ચે પિતરાઈ ભાઈ બહેનનો સંબંધ હતો. તેમજ એક બીજાને પસંદ પણ કરવા લગતા અને લગ્ન કરવા માંગતા હોય પરંતુ સમાજ એક નહીં દેવાના ડરે ગળેફાંસો ખાધો હતો.
જે બાદ પરિવાર દ્રારા બનેની શોધખોળ કરતા બની વાડી વિસ્તારમાંથી મળી આવ્યા હતા, હાલ બનાવ અંગે હળવદ પોલીસે આપઘાત મોત અંગે નોધ કરી બન્ને મૃતદેહ પીએમ અર્થે ખસેડયા બાદ બન્નેના પરિવારને સોપી દીધા હતા