MORBI:મોરબી મંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયાના ઝડપી સ્વાસ્થ્ય સુધારવા અથૅ રોહીદાસ પરામાં મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું

MORBI:મોરબી મંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયાના ઝડપી સ્વાસ્થ્ય સુધારવા અથૅ રોહીદાસ પરામાં મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું
મોરબી: મોરબીના લોકપ્રિય નેતા અને રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયા સાહેબનું સ્વાસ્થ્ય જલ્દીથી સારું થઈ જાય તેવા શુભ આશય સાથે ગત રોજ મોરબીમાં વિશેષ પ્રાર્થના અને મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબી શહેરના વોર્ડ નંબર-૨ માં આવેલા રોહીદાસ પરા વિસ્તારમાં સ્થિત ચૌહાણ પરિવારના કુળદેવી શ્રી મહાકાળી માતાજીના મંદિરે ગઈકાલ તારીખ ૨૬/૦૨/૨૦૨૬ ના રોજ સાંજે ૭:૦૦ કલાકે આ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત સૌ કોઈએ માતાજી સમક્ષ કાંતિભાઈ અમૃતિયા સાહેબની તબિયત ઝડપથી સુધરે અને તેઓ પૂર્ણ સ્વસ્થ થઈને ફરી મોરબી પરત ફરે તેવી આસ્થાભેર પ્રાર્થના કરી હતી.
આ મહા આરતીમાં કાંતિભાઈ અમૃતિયા સાહેબના પરિવારજનો, તેમની સાથે ખંભે થી ખંભો મિલાવીને હર હંમેશ સાથે રહેનારા સાથી મિત્રો તેમજ ચૌહાણ પરિવારના સભ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે સૌએ માતાજીના આશીર્વાદ લીધા હતા અને મંત્રીશ્રીના દીર્ઘાયુની કામના કરી હતી.








