GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના જૂના નાગડાવાસ ગામે વાડીની ઓરડી બહાર પાર્ક કરેલ ખેતશ્રમિકનું બાઈક ચોરાયું

 

MORBI:મોરબીના જૂના નાગડાવાસ ગામે વાડીની ઓરડી બહાર પાર્ક કરેલ ખેતશ્રમિકનું બાઈક ચોરાયું

 

​મોરબી: જિલ્લામાં વાહન ચોરીના બનાવો દિન-પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે મોરબી તાલુકાના જૂના નાગડાવાસ ગામની સીમમાંથી એક ખેતશ્રમિકનું મોટરસાયકલ ચોરાયાની ઘટના સામે આવી છે. અજાણ્યા તસ્કરો રાત્રિના અંધકારનો લાભ લઈ બાઈકની ઉઠાંતરી કરી ગયા છે.



​મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ જૂના નાગડાવાસ ગામે મોહનભાઈ મિયાત્રાની વાડીએ રહી ખેતમજૂરી કરતા ઇસમાલ બચેલા સંગડીયા (ઉં.વ. ૩૫) એ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ગત તા. ૧૮/૦૩ ના રોજ ઇસમાલભાઈ તેમનું મોટરસાયકલ ઓરડી બહાર પાર્ક કરી પરિવાર સાથે જીરું ઓળવાના કામે ગયા હતા.બીજા દિવસે વહેલી સવારે જ્યારે તેઓ જાગ્યા ત્યારે ઓરડી બહાર પાર્ક કરેલું બાઈક ગાયબ જણાતા ચોરી થઈ હોવાનો અહેસાસ થયો હતો.ચોરાયેલા મોટરસાયકલની વિગત નીચે મુજબ છે:હીરો સ્પ્લેન્ડર પ્લસ રજીસ્ટ્રેશન નંબર: MP-69-ZC-9792 ​ભોગ બનનાર શ્રમિકની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે અજાણ્યા વાહન ચોર વિરુદ્ધ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારમાં અને હાઈવે પરના સીસીટીવી ફૂટેજ ચકાસવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!