GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાના નેકનામ-પધધરી રોડ પરથી  બંધ બોડીની ટ્રકમાંથી લાખોની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો

 

 

TANKARA:ટંકારાના નેકનામ-પધધરી રોડ પરથી  બંધ બોડીની ટ્રકમાંથી લાખોની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો

 

ટંકારા: મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં પ્રોહિબિશન ડ્રાઇવ દરમિયાન પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. નેકનામ-પધધરી રોડ પરથી એક બંધ બોડીની ટ્રકમાંથી લાખોની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો છે.



​ટંકારા પોલીસનો સ્ટાફ જ્યારે પ્રોહિબિશન ડ્રાઇવ હેઠળ પેટ્રોલીંગમાં હતો, ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે એક ટ્રકમાં દારૂનો જથ્થો પસાર થઈ રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી નેકનામ-પડધરી રોડ પર એક શંકાસ્પદ બંધ બોડીની ટ્રકને અટકાવી હતી.​ઝડપાયેલ મુદ્દામાલ ​ટ્રકની તલાસી લેતા તેમાંથી મોટી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો:​દારૂની બોટલો (નાની-મોટી): 14,352 નંગ ​દારૂની કુલ કિંમત: ₹56,94,000/-​કુલ મુદ્દામાલ (ટ્રક સહિત): ₹59,94,000/-
​પોલીસ કાર્યવાહી ​પોલીસે આ મામલે LPT 407 ટ્રક (નંબર: GJ-14-Z-6857) ના ચાલક તેમજ તપાસમાં ખુલેલા અન્ય આરોપી નવઘણભાઇ મોહનભાઇ બાંભવા (રહે. શનાળા બાયપાસ, તુલસીપાર્ક, મોરબી) વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
​નોંધ: ટંકારા પોલીસની આ કામગીરીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલ પોલીસ આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને ક્યાં મોકલવાનો હતો તે દિશામાં વધુ તપાસ કરી રહી છે.

Back to top button
error: Content is protected !!