MORBI:મોરબીના ગોકુલનગર નજીક ઓરડીમાંથી દારૂ-બિયરના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો




MORBI:મોરબીના ગોકુલનગર નજીક ઓરડીમાંથી દારૂ-બિયરના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ ટીમે ગુનાખોરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા હાથ ધરેલા પેટ્રોલિંગ દરમિયાન શનાળા બાયપાસ નજીકથી વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.

પોલીસ ટીમ શનાળા બાયપાસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ બાતમીના આધારે ગોકુલનગર ગૌશાળા નજીક તળાવ પાસે આવેલી એક રહેણાંક ઓરડીમાં દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન વેચાણ અર્થે ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂના ૧૫૬ નંગ ચપલા તથા ૩૦ નંગ બિયરના ટીન મળી આવ્યા હતા.પોલીસે રૂ. ૩૦,૫૭૪ ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી સ્થળ પરથી આરોપી શનીભાઈ ઉર્ફે શનીયો શાંતિલાલ કડેવાર (ઉં.વ. ૩૨, રહે. ગોકુલનગર, શનાળા બાયપાસ, મોરબી) ની અટકાયત કરી છે.આ મામલે મોરબી સિટી એ-ડિવિઝન પોલીસે આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


