વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ વ્યારા તરફથી વઘઇ તરફ જઈ રહેલ ટાટા કંપનીની કાર.ન.જી.જે.30.એ.3023 જે વઘઇથી ભેંસકાતરીને જોડતા રાજયધોરીમાર્ગનાં ડુંગરડા-બોરીગાવઠાની વચ્ચે ચાલકે અચાનક સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા આ કાર માર્ગની સાઈડમાં આવેલ ઝાડ સાથે ભટકાઈને ખાડામાં ખાબકતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં કારનાં બોનેટનો ખુરદો બોલાઈ જવા પામ્યો હતો.જ્યારે કારમાં સવાર તમામનો ચમત્કારિક બચાવ થયેલ હોવાની વિગતો સાંપડેલ છે..