MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને ‘PMJAY’ યોજના અન્વયે ડીજીઆરસી કમિટીની બેઠક યોજાઈ

MORBI:મોરબીમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને ‘PMJAY’ યોજના અન્વયે ડીજીઆરસી કમિટીની બેઠક યોજાઈ

 

 

મોરબીમાં જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીની અધ્યક્ષતા હેઠળ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અન્વયે ડીજીઆરસી કમિટીની બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાઇ હતી.

હાલ વયવંદના યોજના અન્વયે ૭૦ વર્ષ અને તેથી વધુ ઉંમરના તમામ વ્યક્તિઓને કોઈપણ આવક મર્યાદા વગર ફક્ત આધારકાર્ડના આધારે આયુષ્માન કાર્ડ બનાવી આપવામાં આવે છે, ત્યારે મોરબી જિલ્લાના તમામ ૭૦ વર્ષ અને તેથી વધુ ઉંમરના વડીલોને આયુષ્માન કાર્ડ બનાવવા કલેક્ટરશ્રીએ અપીલ કરી હતી.

કલેકટરશ્રી કે.બી. ઝવેરી તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ. પ્રજાપતિ દ્વારા યોજના સાથે જોડાયેલ હોસ્પિટલ્સને યોજનાની ગાઈડલાઈન મુજબ લાભાર્થીઓને સેવા આપવા, યોજના અંતર્ગત સારવાર લીધેલ દર્દીઓને ટ્રાવેલિંગ એલાઉન્સ અને ૧૫ દિવસ સુધીની દવા તથા ફોલોઅપ માટે ફ્રી સારવાર આપવા સૂચના આપવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, આયુષ્માન કાર્ડ બનાવવા માટે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર તેમજ યોજના સાથે જોડાયેલ ખાનગી હોસ્પિટલ અને આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. પી.કે. શ્રીવાસ્તવ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!