વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ, તા -૦૬ ઓગસ્ટ : ભારત સરકારના સહકાર મંત્રાલય અને ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલા પાયલોટ પ્રાજેકટ અંતર્ગત તમામ સહકારી મંડળીઓના બેન્ક ખાતાઓ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં ખોલાવવાના રહેશે. જે અનુસંધાને લખપત તાલુકાની મિટીંગ તા. ૭/૮/ ના દયાપર, સત્ય નારાયણ સમાજવાડી, સમય સવારે ૧૦.૩૦ કલાકે, નખત્રાણા તાલુકાની મિટીંગ તા. ૭/૮ ના નખત્રાણા, પશ્ચિમ વિભાગ પાટીદાર સમાજવાડી, સમય બપોરે ૪ કલાકે તથા મુંદરા તાલુકાની મિટીંગ તા. ૮/૮ ના રોજ મુંદરા ખાતે રોટરી કલબ મુંદરા, બપોરે ૪ કલાકે રાખવામાં આવી છે. જિલ્લાની તમામ પ્રકારની સહકારી મંડળીઓના હોદેદારોએ બેન્કખાતાની વિગતો સાથે મિટીંગમાં હાજર રહેવા જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, ભુજની અખબારી યાદીમાં જણાવાયું છે.