BANASKANTHAPALANPUR

ડીસા તાલુકાની સદરપુર પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી રાહુલકુમાર મોદી એ મેળવ્યો ગિજુભાઈ રાષ્ટ્રીય શિક્ષક સન્માન

27 એપ્રિલ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

સ્કૂલ એકેડમી કેરલા તથા ટીમ મંથન ગુજરાત દ્વારા આયોજિત શિક્ષકોના શિક્ષણ ક્ષેત્રે કરેલ ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરીના સન્માનાર્થે ડીસા તાલુકાની ગોગાઢાણી પ્રાથમિક શાળા, ડીસામાં ગિજુભાઈ રાષ્ટ્રીય શિક્ષક સન્માન સમારોહનું આયોજન તા. 27 એપ્રિલ  ગુરૂવારના રોજ ટીમ મંથનના નેશનલ મોટિવેટર તથા ગોગાઢાણી પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ શૈલેષભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી મગનલાલ માળી સાહેબશ્રી (બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ), શ્રી એન. સી. ટાંક (જિલ્લા ડેલીગેટશ્રી), શ્રી ફુલચંદભાઈ. ડી. કચ્છવા (પ્રમુખશ્રી કોલ્ડસ્ટોરેજ એસોસિયેશન), ચંદુભાઈ મોદી (એ. ટી. ડી. રાષ્ટ્રીય પારિતોષિક વિજેતા) શ્રી દિનેશભાઈ શ્રીમાળી (રાષ્ટ્રીય પારિતોષિક વિજેતા) કલ્યાણસિંહ પુવાર (સામાજિક કાર્યકર) ગોગાઢાણી સરપંચશ્રી, ગોગાઢાણી એસ. એમ. સી. અધ્યક્ષશ્રી કાંતિલાલજી તથા સમસ્ત ગોગાઢાણી ગ્રામજનો દ્વારા સન્માનપત્ર, મોમેન્ટો, તથા મેડલ આપી સમગ્ર ભારત દેશના 12 રાજ્યોના 120 ઇનોવેટિવ શિક્ષકોનું તેમને કરેલ શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગિજુભાઈ રાષ્ટ્રીય શિક્ષક સન્માન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં ડીસા તાલુકાની સદરપુર પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી રાહુલકુમાર કિશોરભાઈ મોદીની પણ પસંદગી શાળામાં તેમને કરેલ અવનવી વિવિધ પ્રવૃત્તિઓ, ઇનોવેશન, તેમજ 245 થી પણ વધુ ઓનલાઈન ક્વિઝ ની કામગીરી બદલ સ્કૂલ એકેડમી કેરલા તથા ટીમ મંથન, ગુજરાત દ્વારા શ્રી મગનલાલ માળી સાહેબશ્રીના હસ્તે તેમને ગિજુભાઈ રાષ્ટ્રીય શિક્ષક સન્માનપત્ર તથા મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આમ આ સન્માન મેળવી તેમને ડીસા તાલુકા તથા સદરપુર પ્રાથમિક શાળાનું ગૌરવ વધારેલ છે આ અંગે વિનોદ બાંડીવાલાએ જણાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!