MORBI:મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા દ્વારા મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ માટે નાઈટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું.
MORBI:મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા દ્વારા મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ માટે નાઈટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું.
મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખાની ડે. એન.યુ.એલ.એમ. યોજના હેઠળ મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ માટે નાઈટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું.
પંડિત દીનદયાળ અંત્યોદય આજીવિકા મિશન અંતર્ગત શહેરી ઘરવિહોણા લોકોને આશ્રય સ્થાન ઘટક હેઠળ મોરબી મહાનગરપાલિકાના મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે ઘરવિહોણા અને નિરાધાર લોકોને નિ:શુલ્ક રહેવા, જમવા સહિતની પ્રાથમિક સુવિધાઓ ધરાવતું મોરબી મહાનગરપાલિકા દ્વારા નિમણુક થયેલ શ્રી સિદ્ધિ ખાદીગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા સંચાલન કરવામાં આવે છે તા. ૦૫/૦૬/૨૦૨૫ ના રોજ રાત્રી દરમ્યાન મોરબી મહાનગરપાલિકા યુ.સી.ડી. શાખાની આગેવાની હેઠળ સંચાલક સંસ્થા સ્ટાફ અને મોરબી પોલીસ સ્ટાફ સહીત સ્થાનિક વિસ્તારોના ઘરવિહોણા લોકોની સ્થળ પર મુલાકાત કરીને કાઉન્સેલિંગ દ્વારા આશ્રયગૃહનો લાભ લેવા પ્રેરિત કરવાની ખાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી શહેરના જુદા- જુદા જાહેર માર્ગો અને ફૂટપાથ પર રાત્રી દરમ્યાન સુતેલા લોકોને સમજાવટ દ્વારા આશ્રયગૃહ ખાતે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે સંસ્થા સ્ટાફ દ્વારા આ પ્રકારની નિયમિત નાઈટ ડ્રાઈવ દ્વારા લાભાર્થીઓને આશ્રયગૃહ ખાતે લાવવામાં આવે છે ત્યારે હજુ પણ અમુક લોકો રાત્રી દરમ્યાન ફૂટપાથ પર સુતેલા જોવા મળે છે અને અનેક જોખમોનો ભોગ બને છે આવા સંજોગોમાં આ પ્રકારની નાઈટ ડ્રાઈવ દ્વારા ઘરવિહોણા લોકો આશ્રયગૃહનો લાભ લઈને વધુ હકારાત્મક વલણ અપનાવી આશ્રય મેળવે ઉપરોક્ત નાઈટ ડ્રાઈવ દ્વારા ૨૨ ઘરવિહોણા લોકો અને તેમના પરિવાર સાથે આશ્રયગૃહ ખાતે પહોચાડવામાં આવ્યા હતા. સરનામું- મહારાણીશ્રી નંદકુંવરબા અશ્રયગૃહ, રેલવેસ્ટેશન રોડ, મોરબી, સંચલક સંપર્ક નંબર – ૯૭૨૬૫૦૧૮૧૦