MORBI:મોરબીના બેલા ગામની સીમમાં કારખાનામાં ડમ્પરની ઠોકરે એક વર્ષ બાળકનું મોત
MORBI:મોરબીના બેલા ગામની સીમમાં કારખાનામાં ડમ્પરની ઠોકરે એક વર્ષ બાળકનું મોત
મોરબીના બેલા ગામની સીમમાં આવેલ કારખાનામાં ડમ્પર ચાલકે ૧ વર્ષના માસૂમ બાળકને હડફેટે લેતા ટાયરનો જોટો ફરી વળતા ગંભીર ઈજા પહોંચતા માસૂમનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ બેલા ગામની સીમમાં આવેલ લીડસન સિરામિક કારખાનામાં રહીને મજુરી કરતા વિકાસ મંગાભાઈ ડામોરે ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૧૬ ના રોજ ડમ્પર ચાલકે પોતાનું ડમ્પર પુરઝડપે ચલાવી લીડ્સન કારખાનામાં ખાલી સાઈડે વણાંક વાળતા ફરિયાદીનો એક વર્ષનો દીકરો આદેશ રમતો હોય જેને હડફેટે લીધો હતો અને ડમ્પરનો ટાયરનો જોટો ફરી વળતા ગંભીર ઈજા પહોંચતા દીકરા આદેશનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે આરોપી ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે