વી.સી.ટી.કન્યા શૈક્ષિણક સંકુલમાં ઇંગ્લિશ કાર્નિવલ ડે ની આકર્ષક ઉજવણી

સમીર પટેલ, ભરૂચ
આજે તારીખ 15/1/25 ને બુધવાર ના રોજ ભરૂચના મનુબર રોડ પર આવેલ વી.સી.ટી. કન્યા શૈક્ષિણક સંકુલમાં અંગ્રેજી પ્રાથમિક વિભાગની 3 to 8 ની વિદ્યાર્થીનીઓ દ્વારા પોતાના શિક્ષિકા બહેનોના માર્ગદર્શન હેઠળ અંગ્રેજી સંસ્કૃતિ ના વિકાસ સંદર્ભે *English carnival day* નું અદભૂત અને આકર્ષક આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે ડો. વસીમ અહમદ જી. કુરેશી (M.A.M.Ed,M.Phil, Phd in English.) ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમનો પ્રારંભ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત ડો. વસીમસર ના હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારબાદ ડો. વસીમ સર એન્ડ ફેમિલી, અન્ય શાળાઓમાં થી પધારેલ આચર્શ્રીઓ, સંસ્થાના સીઇઓ નુશરતબેન તેમજ આચાર્યશ્રીઓ , શિક્ષિકા બહેનો એ સાથે મળીને વિદ્યાર્થીનીઓ દ્વારા પોતાની આવડત અને ચોકસાઈ થી બનાવેલ સ્ટોલ ( બુક રીડિંગ, કૉમિક્સ, સેલ્ફ મેડ પોયમ્સ , ગેમ ઝોન્સ , ફૂડ સ્ટોલ્સ ) નું નિરીક્ષણ કર્યું .આ કાર્યક્રમ અંગ્રેજી ભાષા કૌશલ્ય વિકસાવવા અને ગમ્મત સાથે જ્ઞાન મળી રહે એ હેતુ થી રાખવામાં આવ્યો હતો. નિરીક્ષણ ની પૂર્ણાહૂતિ બાદ ડો. વસીમસરને બુકે અને આચાર્યશ્રીઓને પુષ્પગુચ્છ અર્પિત કરી સન્માનિત કરવામાં આવ્યા. અંતમાં આમંત્રિત સર દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલ સુસુપ્ત શક્તિઓ અને ચોકસાઈ પૂર્વક કરેલ કાર્ય ને બિરદાવી આચાર્યા, શિક્ષિકા બહેનો અને વિદ્યાર્થીનીઓ ને અભિનંદન પાઠવવામાં આવ્યા. અંગ્રેજી માધ્યમના આચાર્યશ્રી સુરય્યાબેને ઉપસ્થિત ડો. વસીમ સર અને ફેમિલી અને ઉપસ્થિત તમામનો હદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો સાથે સીઇઓ નુશરતબેન દ્વારા તમામ વિદ્યાર્થીનીઓ , સ્ટાફ મિત્રો અને ઉપસ્થિત તમામ નો વી. સી.ટી. પરિવાર વતી દિલ થી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સંકુલમાં કોલેજની B.A. ની વિદ્યાર્થીનીઓ માટે અંગ્રેજી કારકિર્દી સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું.




